` 34કરોડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડો રૂપિયા વાપરવા રોડ પણ પડ્યા ટૂંકા

` 17કરોડ

` 28કરોડ

ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર. ભાવનગર. 27 મે

કોર્પોરેશનનીચૂંટણી નજીક આવતા શાસકોની સારી છાપ માટે લોકોને ઉલટા ચશ્મા પહેરાવવાનો જાણે એક માત્ર રસ્તો રોડ પર રોડ બનાવી નવા વાઘા પહેરાવવાનો હોય તેમ હજુ રૂ.28 કરોડના રોડ કામના આયોજનના ઠેકાણા નથી ત્યાં નવા રૂ.17 કરોડ માત્રને માત્ર રિકાર્પેટમાં વાપરવાના સંગઠનના આદેશથી ખુદ નગરસેવકો પણ રોડની રકમ કયાં વાપરવી તે દ્વિધામાં મુકાઇ ગયા છે.

ભાવનગરમાં રૂંધાયેલા વિકાસને કારણે યુવાધન અન્ય મહાનગરો તરફ સ્થળાંતર કરી રહ્યાં છે. તેમ છતાં પ્રજાના પ્રતિનિધિઓ શહેરનો વિકાસ વેગ પકડી રહ્યાની રેકર્ડ વગાડી રહ્યા છે. શાસકોના મતે શહેરમાં ડામર પાથરી રોડ બનાવે તે વિકાસ. છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં ઉલ્લેખનિય કાર્યો થયા નથી. સરદારનગર ખાતે ઓડિટોરીયમ કમ આર્ટ ગેલેરી બનાવવાની વાતો થઇ પરંતુ સ્થળ પર હજુ કોઇ કાર્યવાહી થઇ નથી અને જો આમ ને આમ રહેશે તો સરદારનગરની જગ્યામાં દબાણ થતા વાર નહી લાગે.

સરકારે રૂ.110 કરોડ વિકાસ માટે ફાળવ્યા તે પૈકીના રૂ. 28 કરોડના રોડ પાછળ વાપરવા ઠરાવ થયા અને તેના ટેન્ડરમાંથી પણ તંત્ર હજુ ઉંચુ આવ્યું નથી. ત્યાં રોડ માટે વધુ રૂ.17 કરોડ વાપરવાના આવ્યા. રૂ.17 કરોડ કોઇ અન્ય વિકાસ કામો માટે નહી પરંતુ માત્રને માત્ર રોડ રિકાર્પેટ માટે વાપરવાનો આદેશ સરકાર અને સંગઠનમાંથી દરેક નગરસેવકને આવતા નગરસેવકો પણ રકમ કયાં વાપરવી તે નક્કી કરી શકતા નથી. ડામર રોડના રિકાર્પેટીંગ પાછળ વાપરવાનો આદેશ પ્રજાને રોડના કાળા ચશ્મા પહેરાવવાનું દેખાઇ આવે છે.

રૂ.30 કરોડના આયોજન થયા નથી ત્યાં વધુ રૂ.17 કરોડ માત્ર રિકાર્પેટ પાછળ વાપરવા સરકારના આદેશથી તંત્ર હતપ્રભ

તંત્ર પણ થયું ઉંધા માથે

રોડવિભાગમાંકર્મચારીઓની ઘટ વચ્ચે કામનું ભારણ એક સાથે વધતા રોડના નબળા કામમાં પ્રજાના પ્રતિનિધિઓની રહેમદ્રષ્ટિ નીચે પણ માજા મુકી છે. એકાદ - બે માસમાં બનેલા રોડ હતા હતા થઇ ગયા છે. તેવામાં એક સાથે રોડ માટે કરોડો રૂપિયા ફાળવાતા તંત્ર પણ ઉંધા માથે થયું છે. રૂ.28 કરોડના રોડના કામની ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી ઉંચા આવ્યા નથી ત્યાં રિ-કાર્પેટના કામ શોધવા તાકીદ કરાતા તંત્રવાહકોને આયોજન કરવામાં મુશ્કેલી રહે છે.

^બે દિવસ પૂર્વે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં રોડના 61 કામોને બહાલી અપાઇ ગઇ છે. જેના ખાતમુહુર્ત પણ શરૂ થઇ ગયા છે. જયારે રિ-કાર્પેટ માટે ફાળવેલા રૂ.17 કરોડ પૈકીના કામોનું પણ આયોજન થઇ ગયું છે. જેની મંજૂરીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે. > પંકજસિંહગોહિલ, ચેરમેન,સ્ટેન્ડિંગ કમિટી

રિ-કાર્પેટ માટે પણ આયોજન થઇ ચૂક્યું

ફેક્ટ ફાઇલ

વર્ષ 2015 - 16માં માત્ર રિ-કાર્પેટ

વર્ષ 2014 - 15માં રોડમાં વાપર્યાં

વર્ષ 2013 - 14માં રોડમાં વાપર્યાં

અન્ય સમાચારો પણ છે...