આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર. ભાવનગર. 27 મે

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ તા.28 મેને ગુરૂવારે સવારે જાહેર કરવામાં આવશે.ધો.12 સાયન્સમાં ભાવનગર જિલ્લામાં 4,989 અને રાજ્યના 1.28 લાખ વિદ્યાર્થીઓનું ભાવી આવતી કાલે ખુલશે. ગુજકેટની કસોટીનું રિઝલ્ટ પણ સાથે આપી દેવામાં આવશે.

ગુજરાત રાજ્ય માધ્યમિક ઉ. માધ્યમિક શિક્ષણ ર્બોડ (જીએસઈબી) દ્વારા ગત માર્ચ-2015માં લેવામાં આવેલ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ ગત વર્ષની તુલનામાં વર્ષે 05 દિવસ મોડું જાહેર થશે. ગત વર્ષે પરીક્ષાનું પરિણામ 23 મી મે,2014ના રોજ જાહેર કરવામાં આવ્યું હતુ. તે વર્ષે 28મી મેના રોજ જાહેર કરવામાં આવનાર છે. જેમાં ભાવનગર જિલ્લામાં સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષા વર્ષે કુલ 4,989 વિદ્યાર્થી‍ઓએ પરીક્ષા આપી હતી તેઓનું શૈક્ષણિક ભવિષ્ય પણ તા.28 મેને ગુરૂવારે ખુલશે. િરઝલ્ટ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપરથી જોવા મળશે.

આજે સાયન્સના પરિણામની સાથોસાથ ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર થશે

માર્કશીટ પણ સાથે

આપી દેવાશે

^ગતવર્ષની જેમ વર્ષે પણ ધો.12 સાયન્સના ચોથા સેમેસ્ટરની પરીક્ષાના પરિણામની સાથોસાથ માર્કશીટ પણ આપી દેવામાં આવાનું આયોજન કરવામાં આવ્યુ હોય તમામ શાળાઓના આચાર્યોને વિતરણ સ્થળોએથી પોતાની શાળાના પરિણામ મેળવી વિદ્યાર્થીઓને પણ માર્કશીટ સત્વરે આપી દેવાની રહેશે. ભાવનગરમાં ગુરૂવારે સવારના 11થી સાંજના 4 વાગ્યા સુધી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે જિલ્લાની તમામ વિજ્ઞાન પ્રવાહની શાળાના આચાર્યોને તેમના પ્રતિનિધિને ઓથોરીટી લેટર સાથે મોકલી બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટનો સંપર્ક કરી માર્કશીટ મેળવી લેવી. > એલ.એલ.ડોડીયા,ડીઈઓ,ભાવનગર

આજે ગુજકેટના 2150

પરીક્ષાર્થીઓનું પરિણામ

ગુજરાતરાજ્યમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.7મેના રોજ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરા મેડિકલના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ફરજિયાત ગણાતી ગુજકેટની કસોટી લેવામાં આવી હતી અને કસોટીનું પરિણામ આવતી કાલ તા.28 મેને ગુરૂવારે જાહેર કરવામાં આવશે. તેમાં કુલ 2150 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગત વર્ષે 2014માં ગુજકેટ લેવામાં આવી તેમાં ભાવનગર જિલ્લામાં કુલ 1724 વિદ્યાર્થીઓ હતા તે વખતે 426 વધીને 2150ના આંકને આંબી ગયા છે જે દર્શાવે છે કે બી ગ્રુપ તરફ વિદ્યાર્થીઓનો ધસારો વધતો જાય છે.

અન્ય સમાચારો પણ છે...