• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ગઢડા કોલેજના પરીક્ષાર્થીઓને યુિન. દ્વારા અપાયેલી અંતિમ તક

ગઢડા કોલેજના પરીક્ષાર્થીઓને યુિન. દ્વારા અપાયેલી અંતિમ તક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા ગઢડાની સ્વામિનારાયણ આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજ તથા ગર્વન્મેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેના વિવાદીત પરીક્ષા પ્રકરણ અંગે પરીક્ષા વિભાગ દ્વારા આગામી માસમાં પુન: પરીક્ષા માટેનો અંતિમ પ્રયત્ન હાથ ધરવામાં આવશે.

યુનિ. દ્વારા ગઢડાની સ્વામિ નારાયણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા ગર્વન્મેન્ટ આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજની એફ. વાય., એસ.વાય. બી.એ. એન્ડ બી.કોમ.ની પુન: પરીક્ષા આગામી તા. 4-6-15 થી કવિ બોટાદકર કોલેજ તથા વી.એમ. સાકરીયા કોલેજ, બોટાદ ખાતે શરૂ થનાર છે. જેના સમયપત્રકો સંબધીત કોલેજો તથા જયાં પરીક્ષા લેવાનાર છે. તે પરીક્ષા કેન્દ્રો પર પહોંચતા કરવામાં આવ્યા છે તેની પરીક્ષા આપવા માંગતા ગઢડા કેન્દ્રના વિદ્યાર્થીઓ, વાલીઓ અને સબંધીત કર્મચારીઓએ નોંધ લેવી તેમ જણાવી પરીક્ષા નિયામકે વધુમાં જણાવ્યુ હતુ કે, ઉપરોકત પરીક્ષા માટેનો અંતિમ પ્રયત્ન છે.

યુનિ.ની સુચનાનુસાર તા. 4-6-15 થી બોટાદ ખાતે પરીક્ષા લેવાશે. જેમાં એફ.વાય. બી.એ. અને બી.કોમ. માટે સવારે 11 થી 2 દરમિયાન કવિ બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા લેવાશે. જયારે એસ.વાય. બી.એ. અને એસ.વાય. બી.કોમ.ની પરીક્ષા બપોરે 3 થી 6 દરમિયાન બોટાદની વી.એમ. સાકરીયા કોલેજ ખાતે પરીક્ષા લેવામાં આવશે.

યુનિ. દ્વારા F.Y.BA-B.Com અને S.Y. B.Comની પરીક્ષાના સમયપત્રકો સંબંધિત કોલેજોને રવાના કરાયા

અન્ય સમાચારો પણ છે...