STના પ્રશ્નોના નિકાલ માટે 1લીએ મીટિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : એસટીકર્મચારીઓની વિવિધ માંગણીઓ સંતોષવાનું સરકારે વચન આપ્યા પછી પહેલી વાર તા.1/6ના રોજ વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણી સાથે પહેલીવાર કર્મચારીઓની માંગણીઓના મુદ્દે બેઠક થઇ રહી હોવાનું એસટી કર્મચારી સંકલન સમીતીના પ્રમુખ સતુભા ગોહિલે જણાવ્યું હતું. મજદૂર સંઘના કનકસિંહ ગોહિલે ઉમેર્યું કે માંગણી�ઓ પ્રત્યે ત્રણેય સંગઠનો એકજૂટ છે અને સરકારે આપેલ વચનોના અમલીકરણ માટે જરૂરી સમય પણ સરકારને આપવો જરૂરી હોઇ હાલ આંદોલનની કોઇ વિચારણા નથી. આમ છતાં સરકાર જો પોતાનો વાયદો નહીં પાળે અને કર્મચારીની માંગણી અણઉકેલ રહેશે તો અાગામી િદવસોમાં સંકલન સમિતિ દ્વારા ભાવી કાર્યક્રમો ઘડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...