• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • બોરતળાવના દબાણો હટાવવા ચોમાસાના ચાર મહિના તંત્ર જાગે, આઠ મહિના દબાણકારો ફાવે

બોરતળાવના દબાણો હટાવવા ચોમાસાના ચાર મહિના તંત્ર જાગે, આઠ મહિના દબાણકારો ફાવે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરતળાવના દબાણો હટાવવા ચોમાસાના ચાર મહિના તંત્ર જાગે, આઠ મહિના દબાણકારો ફાવે

કાળા ઉનાળામાં પાણીની તરસ છીપવતા બોરતળાવમાં દબાણોના મામલે ચંૂટાયેલા સભ્યોએ બુમબરાડા પાડીને ચિંતા કરતા હોય તેવો દેખાવ કરે છે ખરેખર જો ચિંતા હોય તો રહી સ્થળ ઉપરની તસવીરો, બોર તળાવની વોટર બોડીમાં દબાણો ખડકાઇ ગયા હોવાની શાસક અને વિપક્ષ બંને આગ ઓકી હતી. તંત્ર કહે છે, દબાણો હશે તો પગલા ભરાશે. તો કોની રાહ જોવાઇ રહી છે પગલા ભરવાની. બોરતળાવની ચિંતા શાસક, વિપક્ષ અને તંત્ર સતાવતી હોય તો સ્થળ સુધી જવામાં કોણ તેઓને રોકે છે?, મામલે ગંભીરતા દાખવીને ભાવનગરની જનતા સાથે ચંૂટાયેલ પ્રતિનિધિઓએ ડોળ કરવાના બદલે વાસ્તવિક પરિણામ લાવવંુ જોઇએ. સર્વે નહીં બોલતી તસવીરો પગલા લેવા માટે પૂરતી છે. / અજય ઠક્કર

અન્ય સમાચારો પણ છે...