• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • આજે જિલ્લાના ધો.12 સા.પ્ર.ના 24,189 પરીક્ષાર્થી‍ઓનું ભાવિ ઇન્ટરનેટ પર ખુલશે

આજે જિલ્લાના ધો.12 સા.પ્ર.ના 24,189 પરીક્ષાર્થી‍ઓનું ભાવિ ઇન્ટરનેટ પર ખુલશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ માર્કશીટ અને પ્રમાણપત્ર િવતરણની તારીખ બોર્ડ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે

એજ્યુકેશન િરપોર્ટર.ભાવનગર.29 મે

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ર્બોડ દ્વારા તા.30 મેને શનિવારે ધો.12 સામાન્ય પ્રવાહની માર્ચ,2015માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ઇન્ટરનેટ પર જાહેર કરવામાં આવશે. વર્ષે શાળામાંથી ગુણપત્રક અને પ્રમાણપત્ર આપવામાં આવશે નહી તેના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તેમ બોર્ડના પરીક્ષા સચિવ જી.ડી.પટેલે માહિતી આપતા જ્ણાવ્યું હતુ. પરીક્ષામાં ભાવનગર જિલ્લાના 13 કેન્દ્રો પર પરીક્ષા આપી હોય તેવા 24,189 વિદ્યાર્થી‍ઓનું ભાવિ ખુલશે.

ગત વર્ષની તુલનામાં વર્ષે સા.પ્ર.નું પરિણામ એક દિવસ વહેલું જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત ર્બોડમાં કુલ 5,47,822 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભાવિ શનિવારે ખુલશે. શનિવારે રિઝલ્ટ આવ્યા બાદ કોલેજોમાં પ્રવેશ માટેની વિદ્યાર્થી‍ઓ અને તેના વાલીઓની દોડાદોડીનો આરંભ થશે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાત ર્બોડનું ગત વર્ષે પરિણામ 66.35 ટકા આવ્યુ હતુ. વર્ષે ભાવનગર જિલ્લામાં કુલ 13 પરીક્ષા કેન્દ્રો પર 24,189 પરીક્ષાર્થી‍ઓ નોંધાયા હતા તે તમામનું શૈક્ષણિક ભાવિ શનિવારે સવારે 8 કલાકથી માત્ર ઇન્ટરનેટ પર જોવા મળશે. વર્ષે શાળામાં માર્કશીટ કે પ્રમાણપત્ર મળવાના નથી એટલે નિશાળોમાં કોઇ રોમાંચ જોવા મળશે નહી. શાળામાં પરિણામ મળવાનું હોય શનિવારે સવારથી ઇન્ટરનેટ પર પરિણામ જોવા સવારથી ભારે ધસારો જોવા મળશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ છેલ્લા 7 -8 વર્ષથી સતત ઘટતું જાય છે ત્યારે આવતીકાલે બોર્ડનું પરિણામ કેટલું આવશે તેના પર સૌ કોઇની મીટ મંડાઇ છે.

સવારે 8 કલાકે નેટ પર બોર્ડનું પરિણામ : શાળામાંથી માર્કશીટ આજે નહીં મળે

આજે કઈ રીતે પરિણામ જાણી શકાશે

વેબસાઈટ:www.gseb.org અને www.gipl.net ઇન્ટરનેટ પરથી સવારે 8 વાગ્યાથી પરિણામ જાણી શકાશે. મોબાઈલ: ઉપરાંતઆઇડીયા, વોડાફોન, રિલાયન્સ, યુનિનોર અને બીએસએનએલના મોબાઇલધારકે સામાન્ય પ્રવાહના પરિણામ માટે GJ12Gબેઠક ક્રમાંક લખી SMS 58888111 (ઉદા. GJ12G G123456) પર કરવાનો રહેશે. જ્યારે એરટેલના મોબાઇલ ધારકોને GJ12Gબેઠક ક્રમાંક લખી SMS 5207011 પર કરવાનો રહેશે. એસએમએસનો ચાર્જ રૂા.1 થશે. ટોલફ્રી નંબર : વિદ્યાર્થીઓનીવિશેષ સુવિધા માટે પરિણામ ટોલ ફ્રી નંબર 18002335500 ઉપરથી ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગત વર્ષે બોર્ડનું પરિણામ 0.13 ટકા ઘટેલું

ભાવનગરશહેર-જિલ્લાસહિ‌ત સમગ્ર રાજ્યનું આવતી કાલ શનિવારે ધો.12, સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે.સમગ્ર ર્બોડનું પરિણામ ગત વર્ષે 66.35 ટકા રહેલુ. ઇ.સ.2013માં ર્બોડનું પરિણામ 66.51 ટકા હતું. એટલે 2013ની તુલનામાં ગત વર્ષે 2014માં ધો.12, સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ 0.16 ટકા ઘટયું હતુ છેલ્લાં ચાર વર્ષથી રાજ્ય અને જિલ્લાના ટોપ-ટેન તેજસ્વી તારલાના નામ જાહેર કરવાની પ્રથા બંધ થઇ છે. તેના સ્થાને ગ્રેડ સિસ્ટમ આવી છે.

અન્ય સમાચારો પણ છે...