આનંદનગર ખાતે રાજપૂત સમાજનો કાર્યક્રમ યોજાયો
રિલીજીયસ રિપોર્ટર.ભાવનગર. 22 જુલાઈ
પ.પૂ.આ.ભ.નાંિનલમબાગ સર્કલ ખાતે શાસ્ત્રીનગર િવભાગનાં િવમલનાથ પુત્રવધુ મંડળની 200 બહેનોએ માથે કળશ ધારણ કરી ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 4 બગી, 2 ટ્રેક્ટર, ત્રણ બેન્ડવાજા મંડપ અને 100થી વધુ જુદી-જુદી વેશભુષા ધારણ કરેલ બાળકો સાથે ભવ્ય શોભાયાત્રા િનલમબાગ સર્કલથી, દેવુબાગ રોડ, િવજયરાજનગર જઈ મેરૂ ઉદ્યાન ઉપાશ્રયે ઉતરી હતી.
પ.પૂ.આ.ભ. પ્રબોધચંદ્ર સૂરીશ્વરજી તથા પ.પૂ.આ.ભ. રાજહંસ સૂરીશ્વરજી મ.સા.નાં શાસ્ત્રીનગર ખાતે પ્રવેશ બાદ હૈયે હૈયુ દળાય તેટલી માનવ મેદનનીને સંબોધતા પૂ.આ.ભ. પ્રબોધચંદ્ર મ.સા.એ પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે મારૂ 60મું ચાતુર્માસ પૂર્ણ થયેલ છે. પરંતુ અત્યાર સુધીનાં ચાતુર્માસ પ્રવેશ કરતાં આજનો સંઘનો ઉત્સાહ ખૂબજ વધારે છે.
વધુમાં ગુરૂભગવંતે જણાવ્યું હતું કે, મે શાસ્ત્રીનગરમાં આજથી દુકાન ખોલી છે. અને શરૂઆતમાં સેલ પણ રાખ્યું છે. દુકાન વ્યાપારની નહીં પણ ધર્મની છે. તમારે જેટલો ધર્મ લેવો હોય તેટલો લઈ શકો છો. જાહેરાતથી ઉપસ્થિતોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. જોકે વાતને સૌએ વધાવી લીધી હતી. પ્રસંગે પૂજ્ય ગુરૂદેવે ભાવનગરમાં ઘરદીઠ એક સિદ્ધિતપ કરવા અને શાસનની પ્રભાવનાં કહેવાય જે દરેકે લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.
પ્રસંગે દાદાસાહેબથી ખાસ અત્રે પધારેલા પ.પૂ.આ.ભ.વિજય રાજહંસ સૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, અનેક દાતાઓનાં દાનમાંથી વારૈયા જૈન ભોજનશાળામાં એક ટાઈમ જમવામાં રૂા.20 લેવાય છે. તેનાં બદલે ચોમાસાનાં 4 માસ સુધી માત્ર રૂા.10 લઈ એક ટાઈમ ભોજન અપાશે.
પાલિતાણા ખાતે બિરાજમાન તમામ સાધુ-સાધ્વીજીઓને વર્ષો સુધી ઉકાળેલું પાણી મળી રહે તે માટે મોટી રકમની જાહેરાત કરવામાં આવેલ.શાસ્ત્રીનગર ખાતે પૂજ્ય ગુરૂદેવનો ચાતુર્માસ પ્રવેશ એક ઐતિહાસિક અને આદર્શ પ્રવેશ બની રહ્યો હતો. આજનાં પ્રસંગે દાતા પરિવાર દ્વારા ચકાચક નવકારશી અને સંઘ સ્વામિ વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામાં સંઘ ઉપરાંત અનેક શહેર-િજલ્લામાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રબોધચંદ્ર મ.સા.નો શાસ્ત્રીનગરમાં ચાતુર્માસ પ્રવેશ