• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરની અંધ ઉદ્યોગશાળાને પુુરસ્કાર મળતા કરાયેલું સન્માન

ભાવનગરની અંધ ઉદ્યોગશાળાને પુુરસ્કાર મળતા કરાયેલું સન્માન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરની અંધ ઉદ્યોગશાળાને પુુરસ્કાર મળતા કરાયેલું સન્માન

ભાવનગર| ભાવનગરના સાંસદ મનસુખભાઇ માંડવીયાની પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે થયેલી નિમણૂંક બદલ જેસીઆઇ, ભાવનગર સીલ્વર દ્વારા સન્માન સમારોહ અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાને વર્ષે ગુજરાત સરકાર તરફથી જિલ્લાની શ્રેષ્ઠ શાળા અને અેક લાખનો પુરસ્કાર મળતા સન્માન સમારોહ તાજેતરમાં યોજાયો હતો. પ્રસંગે જેસીઆઇ તરફથી અંધ ઉદ્યોગ શાળાના સીઇઓ લાભુભાઇ સોનાણીને સાંસદ મનસુખભાઇ માંડવીયાના હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વેળા જેસીઆઇ, ભાવનગર સિલ્વર તરફથી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને દત્તક લેવાઇ હતી. તેના બેનરનું વિમોચન ગીરીશભાઇ શાહ, નરેેન્દ્રભાઇ શેઠ અને સેક્રેટરી મહેશભાઇ પાઠકના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...