• Gujarati News
  • ભાવનગરમાંથી નુડલ્સના નમૂના લેવાયા

ભાવનગરમાંથી નુડલ્સના નમૂના લેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર. 29 મે

ભાવનગરશહેરમાં વાઘાવાડી રોડ પર આવેલા પરિમલ ચોક ખાતે નુડલ્સની પ્રોડકટનંુ વેચાણ કરતી પેઢીમાંથી આરોગ્ય વિભાગે બે નમૂના લઇને રાજકોટ લેબમાં મોકલી આપ્યા હતા.

મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પરિમલ ચોક ખાતે આવેલા મોહિત એન્ટરપ્રાઇઝમાંથી ગોવાની નેસલે ઇન્ડિયા કંપનીની પ્રોડકટ ટુ મિનિટ્સ અને ઓટ નુડલ્સ નામની બે પ્રોડક્ટના નમૂના લેવાયા હતા.

નમૂના રાજકોટ ખાતેની લેબમાં મોકલી અપાયા છે તેનંુ પરિણામ હાલમાં નહીં આવ્યંુ હોવાનંુ આરોગ્ય અધિકારી ડો. આર.કે.સિન્હાએ જણાવ્યંુ હતંુ. નોંધનિય છે કે, ભાવનગરની મોહિત એન્ટરપ્રાઇઝ નામની હોલસેલ પેઢી ભાવનગરની મુુખ્ય ડિસ્ટ્રીબ્યુશન છે.