• Gujarati News
  • સ્વામી. કોલેજનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

સ્વામી. કોલેજનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી એફ. વાય. બી. એસસી. (આઇ.ટી.)ની પરીક્ષા સ્થાનિક સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સના આઠ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ટોપટેનમાં સ્થાન મેળવ્યુ હતુ. પરીક્ષામાં કોલેજની વિદ્યાર્થીની બંસરી એ. આહલપરાએ યુનિ.માં પ્રથમ ક્રમાંક, મહેન્દ્રગિરિ પી. ગૌસ્વામીએ યુનિ.માં તૃતિયક્રમ તેમજ મનાલી જી. માંડાણીએ યુનિ.માં ચતુર્થ સ્થાન મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યુ છે.