}બહુચર કૃપા આનંદ ગરબા મંડળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}બહુચર કૃપા આનંદ ગરબા મંડળ

મંડળનાપાવાગઢ, ડાકોર પ્રવાસની બસ શનિવારે રાત્રે 10-30 કલાકે હલુરિયા ચોક, કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરેથી ઉપડશે.

}બ્રહ્મક્ષત્રિયમહિલા મંડળ

આજેસાંજે 4-30 કલાકે બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળની મીટિંગ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, સ્ટેશન રોડ ખાતે રાખેલ છે.

}મોઢવણિક સમાજ ટ્રસ્ટ

ટ્રસ્ટદ્વારા ફુલસાઇઝ ચોપડાનું રાહત દરે વિતરણ જ્ઞાતિના બાળકોને તા.7/6ને રવિવારે સવારે 10 થી 2 અને બપોરે 3 થી 6 મોઢ વણિક મહિલા છાત્રાલય, માધવ દર્શન સામે રાખેલ છે.

}ઝાલાવાડજૈન હિતેચ્છુ મંડળ

સંસ્થાનાઉપક્રમે સંસ્થાના વિદ્યાર્થીઓને રાહતદરે રજીસ્ટર વિતરણ અંગેના સરકયુલર મોકલેલ છે. રજીસ્ટર વિતરણનું કાર્ય આજથી ચાલુ કરવામાં આવશે અને રવિવારે પણ 10 થી 2 દરમ્યાન ચાલુ રહેશે. સરકયુલર સાથે લાવવો.

}નિલકંઠહા. સોસાયટી

નિલકંઠહા.સો.ની વાર્ષિક સામાન્ય સભા આજે સાંજે 6-30 કલાકે ગુજરાતી કંસારા જ્ઞાતિની વાડી, ભીડભંજન સામે ખાંચામાં રાખેલ છે.

}ભાયાણીકુટુંબ (પંચ)

ભાવ.દશાશ્રીમાળી ભાયાણી કુટુંબના સભ્યોની મીટિંગ શનિવારે રાત્રે 9 કલાકે હોટેલ ફન એન્ડ ડ્રાઇન રૂપાણી સર્કલ પાસે રાખેલ છે.

}ફ્રીચેસ સેમિનાર

ઇન્ટરનેશનલરેટેડ ચેસ-પ્લેયર દ્વારા આજે સાંજે 6 થી 7 માર્ગદર્શન આપવામાં આવશે. જે બાળકો રસ ધરાવતા હોય તેઓ પોતાનં ચેસ બોર્ડ લઇને વિજ્ઞાનનગરી, આંબાવાડી ખાતે અચૂક હાજર રહે.

}રાહતદરે નોટબુક વિતરણ

સિંધીસમાજના વિદ્યાર્થીઓને, સિંધી જનરલ પંચાયત દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકોનું વિતરણ તા.31ને રવિવારે સવારે 9 થી 11 સિંધી જનરલ પંચાયત હોલ, માધવ દર્શન પાછળ, રસાલા કેમ્પ, ભાવનગર અને સાંજે 5 થી 7 સ્વામિ લીલાશાહ હોલ, સિંધુનગર કરાશે.

}ભાવનગરથિયોસોફીકલ લોજ

આજેસાંજે 6 થી 7 કલાકે સભાખંડમાં વિષય : આખ્યાન કલા અંગે ઉમાકાન્તભાઇ રાજયગુરૂ વકતવ્ય આપશે.

}ચંપકગુરૂજૈન સેવા મંડળ

સેવામંડળ દ્વારા ધો.1 થી 12ના પુસ્તકોનું વિતરણ ચાલુ છે. આર્થિક જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ 1 જૂનથી સાંજે 6-30 થી 7-30 દરમિયાન કરવામાં આવશે.

}વિપશ્યનાસામૂહીક સાધના

જુનાસાધકો માટે સવારે 7 થી 8, નવા સાધકો માટે સવારે 8 થી 8-30 તા.31 રવિવારે પી.એન.મહેતા આરાધના ટાવર મેઘાણી સર્કલ છે.

}બ્રહ્મક્ષત્રિયજ્ઞાતિ પંચ

ચાલુવર્ષના પુસ્તકો માટેના ફોર્મ વિતરણ કામગીરી, ગત વર્ષમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવવાની કામગીરી તા.31થી રવિવારે 10 થી 1 છે.

}મોઢવણિક જ્ઞાતિ યુવક મંડળ

પાઠયપુસ્તક,લેજર, નોટબુક વિતરણ જ્ઞાતિની ઓફીસ નં.8 બીજે માળે ટર્નીગ પોઇન્ટ વાઘાવાડીથી તા.31 રવિવારના 10 થી 1 કરાશે.

}ભાવ.ઇલે.મરચન્ટસએસો.દ્વારા ચોપડા વિતરણ

તા.31રવિવારે ફુલસ્કેપ ચોપડાનુ તદન રાહતદરે વિતરણ બીઝનેશ સેન્ટર ઘોઘાગેટ, જતીન એમ્પોરીયમ માધવદર્શનથી સવારે 9 થી.

}સતપંથસમાજ દ્વારા નોટબુક વિતરણ

નોટબુક,રજીસ્ટરનુ વિતરણ તા.30, 31ના બપોરે 4-30 થી 7 સતપંથ મંદીર હવેલી વાળી શેરી ખાતે કરાશે.

}રાજપૂતપાઇફંડ સોસાયટી નોટબુક વિતરણ

નોટબુકવિતરણ બજરંગદાસબાપા હોલ મિલ્ટ્રી સોસા., ગણેશનગર 2 શંકરના મંદિરમાં, મનહરકુંવરબા રાજપુત વિદ્યાલય નવાપરા ખાતે તા.31ના સાંજે 5 થી 7 કરાશે.

}બહેનોમાટે બ્યુટી પાર્લર તાલીમ વર્ગ

વિવિધલક્ષીમહિલા કલ્યાણ કેન્દ્ર મોતીબાગ ખાતે બ્યુટીપાર્લર તાલીમ વર્ગ 8 જુનથી આયોજન છે. નામ સંસ્થા પર લખાવવા.

}માતંગીમંદિર

તા.31નારવિસભા, ર્માની તેરસ સવારે 8 કલાકે કેતનભાઇ તરફથી હોસ્પીટલમાં પ્રસુતાને શિરા વિતરણ, બાળકોના વોર્ડમાં ફ્રુટ વિતરણ કરાશે. સવારે 7થી રાત્રે 9 સુધી મહારમત ઉત્સવ છે. સાંજે 7 મહાઆરતીના દર્શન, રસ પુરીનો પ્રસાદ રાખેલ છે.

}ભાવનગરઘોઘારી કપોળ જ્ઞાતિ

જ્ઞાતિનીવાડીમાં તા.31 રવિવારે સાંજે 6 કલાકે ઘોઘારી કપોળ મહિલા મંડળ દ્વારા યમુનાષ્ટના પાઠ રાખેલ છે.

}શિશુવિહારમાંહસ્ત ઉદ્યોગ તાલીમ

9થી 15 વર્ષના બાળકોને તા.30 શનિવારે સાંજે 5 થી 7 શિશુવિહાર સંસ્થામાં ક્રાફટ પેપરની ચકલીની તાલીમ અપાશે.

}ભાવસારબોર્ડીગ

બોર્ડીગમાંતા.31 રવિવારે સવારે 11 થી 1 જૈન લધુમતી ોબાળકોને સરકાર તરફથી મળતી સ્કોલરશીપ, વીમા યોજના તથા ગુજરાત સરકારની મા અમૃતમ યોજના અંગેની માહીતી માર્ગદર્શન અપાશે.

}ભરતનગરજૈન સમાજ

ભારતસરકારે જૈન જ્ઞાતિને લધુમતીમાં મુકતા દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ મળવા પાત્ર છે. પાઠશાળામાં પત્રની ઝેરોક્ષ લગાવેલ છે.

}વિનામૂલ્યેહૃદય રોગના ઓપરેશન

સત્યસાઇ મેડીકલ સેન્ટર શિવશકિત હોલમાં તા.31 રવિવારના રોજ 10 થી 12 હૃદયરોગ, ડાયાબીટીસ, બીપી, અન્ય રોગ માટે વિનામૂલ્યે સારવાર કરાશે.

}આનંદનગરછાસ કેન્દ્રનો 41માં વર્ષમાં પ્રવેશ

મંગલચેરી.ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં રોજ સવારે 10 કલાકે છાશ વિતરણ કરાયેલ છે. જે 40 વર્ષ પુરા કરી 41માં વર્ષમાં પ્રવેશ કરશે.

}બાબરજ્ઞાતિ યુવક મંડળ

મંડળનીમાસિક મીટિંગ મનુભાઇ રામભાઇ સોલંકી પ્લોટ નં.100, સરકારી સ્કૂલન પાછળ, ફુલસર ગામતળ, ભાવનગર ખાતે રાત્રે 9-30 કલાકે રાખેલ છે.

}રામીમાળી બારડ

તા.6/6,7/6નાથાપનાથ મહાદેવ ચમારડી પગપાળા સંઘનુ આયોજન અંગે મીિટંગ આજે રાત્રે 9-30 કલાકે કાળાનાળા રામજી મંદિરમાં છે.

}જિલ્લાકારડીયા રાજપૂત સમાજ જોગ

એચ.ડી.પરમાર કારડિયા રાજપૂત કુમાર છાત્રાલયનું વર્ષ 2015-16માં પ્રવેશ આપવાની કાર્યવાહી એક વર્ષ પુરતી બંધ રખાઇ છે. સામાન-સાઇકલ લેવાના બાકી હોય તેઓએ તા.31 સુધીમાં લઇ જવા.

}જિલ્લાશિક્ષણાધિકારી

ગુજરાતમાધ્યમિક અને ઉ.મા.શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી માર્ચ15ની પરીક્ષાના પરીણામ બાદ ધો.12 વિ.પ્ર.સેમ.4ના વિદ્યાર્થીઓને OMR અવલોકન તેમજ ગુણ ચકાસણી માટે અરજી ફોર્મ શાળામાંથી મેળવી ભરી દેવા. અરજી ફોર્મ શાળાના આચાર્યે ચકાસી, સહી સિક્કા કરી તા.29/5 થી 8/6 સુધી 11 થી 5માં નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય નીલમબાગ પહોંચાડવા.

}સ્વામીનારાયણકોલેજ

બી.કોમસેમ.1, એસવાય બીબીએ માર્ચ એપ્રિલમાં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. કોલેજ કાર્યાલયથી મેળવી લેવી.

}હોમિયોપેથીકોલેજ ફાઇનલ વર્ષ પાસ વિદ્યાર્થી

એપ્રિલ15માં લેવાયેલ BHMS પરીક્ષા ચતુર્થ વર્ષની પરીક્ષમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી માટે સ્ટેટ કાઉન્સીલ ઓફ હોમિયોપેથી ગુજરાત રાજ્યના પ્રોવિઝનલ રજી.સર્ટી આવી ગયેલ છે. આજે 10 કલાકે મેળવી લેવા.

અન્ય સમાચારો પણ છે...