તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શિયાળાની શરૂઆત થવાની સાથે પોતાના શરીર પ્રત્યે સભાન નાગરિકો વહેલી

શિયાળાની શરૂઆત થવાની સાથે પોતાના શરીર પ્રત્યે સભાન નાગરિકો વહેલી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની શરૂઆત થવાની સાથે પોતાના શરીર પ્રત્યે સભાન નાગરિકો વહેલી સવારે ઉઠી અને વોકિંગ કરવા નીકળી જાય છે. ભાવનગરના વિવિધ વિસ્તારોમાં આવેલા બાગ-બગીચા, જોગર્સ પાર્ક, વિક્ટોરિયા પાર્ક, ભાવનગર યુનિવર્સિટી મેદાન, કેમ્પસ, રમત ગમતના મેદાનોમાં નાગરિકો વોકિંગ માટે ઉમટી પડે છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના સર્કલ, બગીચા, જોગિંગ પાર્કમાં મુકવામાં અાવેલા કસરતના સાધનોનો પણ લોકો લાભ લઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ જોગિંગ પૂર્ણ થયા બાદ લાફિંગ કલબનો પણ લ્હાવો વોકર્સને માણવા મળી રહ્યો છે. છેલ્લા એક દાયકામાં નીયમીત રીતે પણ વોકિંગ કરી રહેલા લોકોમાં જાગૃતિ આવી છે, અને યુવાધનને પણ કસરત અને વોકિંગ પ્રત્યે ધ્યાન દોરી રહ્યા છે. ભાવનગરના વિવિધ બાગ બગીચામાં મુકવામાં આવેલા કસરતના સાધનો પણ લોકો માટે ખૂબજ ઉપયોગી નીવડી રહ્યા છે. તસવીર- અજય ઠક્કર

મોર્નિંગ વોક અને કસરત માટે નાગરિકો બન્યા સભાન

અન્ય સમાચારો પણ છે...