તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોૈવંશ ભરેલા ટેમ્પા સાથે એક શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | બોટાદના જીવદયા પ્રેમી મનુભાઇ શેખાભાઇ કરમટાએ ગોૈવંશ ભરેલા આઇશર ટેમ્પો નં.જી.જે.4.એ.ટી.-2635 નીકળતા તેને અટકાવી તપાસ કરતા તેમા ક્રુરતા પુર્વક બાંધેલા 4 ભેંસ, 4 ગાય, 4 વાછરડા, 6 પાડા મળી આવ્યા હતા. જીવદયા પ્રેમીએ ટેમ્પા સાથે બોટાદના વિજય વિહાભાઇ રબારીને ઝડપી લીધા છે. જ્યારે રત્નાભાઇ વેરશીભાઇ નાસી છૂટયા હતા.મનુભાઇએ બોટાદ પોલીસ મથકમાં બન્ને વિરુધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પશુઓને ક્રુરતાપૂર્વક બાંધી અને કતલખાને મોકલાતા હોવાની બાબત પોલીસને પણ ખબર હોવા છતા માત્ર જીવદયાપ્રેમીઓ જ્યારે કાર્યવાહી કરે ત્યારે પોલીસ મેદાનમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...