તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સિલ્વર બેલ્સ સ્કૂલમાં વહિવટી ભાષા અંગે પરિસંવાદ યોજાયો

સિલ્વર બેલ્સ સ્કૂલમાં વહિવટી ભાષા અંગે પરિસંવાદ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતનાસંવિધાનના રચયિતા ડો. આંબેડકરની યાદમાં આયોજીત બંધારણ દિવસની સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શહેરની સિલ્વર બેલ્સ પબ્લીક સ્કુલમાં ધો. 11 અને 12 આર્ટસના વિદ્યાર્થી�ઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

પ્રારંભે પ્રાર્થનાસભા યોજાઇ હતી. બાદ દેશની વહિવટી ભાષા કઇ હોવી જોઇએ તે વિષયક પરિસંવાદ યોજાયો હતો. વેળા પ્રાદેશિક વેશભુષાની પ્રસ્તુતિ કરાઇ હતી. અંતમાં હિન્દી અને અંગ્રેજી ભાષા પર પસંદગી થઇ હતી. શાળાની હેડગર્લ વૃષ્ટિ શાહઅે બંધારણ અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

બાદ બંધારણીય મુખ્ય ફરજોનું સૌઅે વાંચન કર્યુ હતુ. શાળાના પ્રિન્સીપાલ અને વિષય નિષ્ણાંત ચક્રપાણીએ માર્ગદર્શન આપ્યુ હતુ.શાળાના મેનેજીંગ ટ્રસ્ટી અમરજયોતીબા ગોહિલ અને કેપ્ટન કિરીટસિંહજી ગોહિલએ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

ભારત રત્ન ડો. આંબેડકરની સ્મૃતિમાં

વિદ્યાર્થીઓને બંધારણ અંગેની પ્રતિજ્ઞા લેવડાવાઇ

અન્ય સમાચારો પણ છે...