તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગો પર મચ્છીના ઉપદ્રવથી વાહન ચાલકો ભારે પરેશાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં છેલ્લા બે દીવસથી રોડ પર મચ્છીનો ત્રાસ વધતા તેમાં ખાસ કરીને વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે.

ભાવનગર શહેરમાં ધીમા પગલે શિયાળાની ઠંડીનો પ્રારંભ થઇ ગયો છે. સાથે સાથે શહેરમાં માર્ગો પર જીણી મચ્છી જીવાંતનો ઉપદ્રવ વધતા નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. મચ્છીના ઉપદ્રવથી વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. આંખમાં અચાનક મચ્છી ઉડીને પડતા વાહન ચાલકો બેલેન્સ ગુમાવી દેતા અકસ્માતના પણ બનાવો વધી રહ્યાં છે.

શહેરના માર્ગો પર એકતો રખડતા ઢોરનો ત્રાસ તેમાં મચ્છીના ઉપદ્રવથી વાહન ચાલકો બે ત્રાસ અનુભવી રહ્યાં છે. વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે ફરજિયાત ગોગલ્સ ચશ્મા પહેરવા જરૂરી બન્યા છે.

ચાલુ વાહને ગોગલ્સ પહેરવા જરૂરી

શહેરમાં 2-3 દિવસથી મચ્છીનાં ઉપદ્રવથી નાના-મોટા અકસ્માતના રોજિંદા બનાવો

અન્ય સમાચારો પણ છે...