તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્ટેન્ડિંગ કમિટીમાંથી કુમાર શાહનું રાજીનામું, ભ્રષ્ટાચારના આક્ષેપ..!

સ્ટેન્ડિંગ કમિટીમાંથી કુમાર શાહનું રાજીનામું, ભ્રષ્ટાચારના આક્ષેપ..!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટિગેશન રિપોર્ટર ¿ભાવનગર | 28 નવેમ્બર

ભાવનગરમહાનગરપાિલકામાં સત્તાધારી ભાજપનો આંતરિક વિખવાદ બહાર આવ્યો હોય તેમ સ્ટેન્ડીંગ કમિિટના સભ્ય કુમારભાઈ શાહે સ્ટેન્ડીંગના સભ્યપદેથી વ્યવસાયમાં ધ્યાન નહીં આપી શકવાના કારણોસર રાજીનામુ ધરી દેતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, રાજીનામા માટે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પ્રદેશની સૂચના હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ અને કાર્યપદ્ધતિને લઈ અવાર-નવાર વિવાદો ઉભા થયા છે. તાજેતરમાં ભાજપના નગરસેવકોએ ગાર્ડન દત્તક આપવાનો વિરોધ કરવા છતાં સ્ટેન્ડીંગ કમિટિએ િબલ્ડરને કોર્પો.ની જગ્યા ધરી દીધી હતી. હજુ અિખલેશ સર્કલ અને પીલગાર્ડનનો વિવાદ શમ્યો નથી ત્યાં સ્ટેન્ડીંગના સભ્ય કુમારભાઈ શાહના રાજીનામાએ વિવાદ છેડ્યો છે.

સ્ટેન્ડીંગના સભ્ય કુમારભાઈ શાહે સ્ટેન્ડીંગ કમિટિના સભ્યપદેથી ચેરમેન સુરેશ ધાંધલ્યાને રાજીનામુ ધરી દીધુ છે અને રાજીનામુ આપવા માટે સ્ટેન્ડીંગની જવાબદારીને કારણે પોતાના વ્યવસાયમાં પુરતુ ધ્યાન નહીં આપી શકતા સભ્યપદેથી રાજીનામુ આપ્યું હોવાનું કુમારભાઈ શાહે જણાવ્યું છે.

કોર્પોરેશનના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સંદર્ભે પ્રદેશ ભાજપે કુમારભાઈ શાહને સ્ટેન્ડીંગમાંથી રાજીનામુ આપવા આદેશ કર્યાની કોર્પોરેશનના વર્તુળોમાં ચર્ચા છે. પરંતુ શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદીએ ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી રાજીનામાનો િનર્ણય કુમારભાઈ શાહનો સંગત િનર્ણય અને વ્યવસાયની પ્રતિકૂળતાને કારણે હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...