તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિજિટલ બેન્કિંગ માટે SBI દ્વારા પ્રયાસો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીઓને કાર્ડ સ્કેચ કરવાના મશીન અપાશે

{ યોગેશ બદાણીની આગેવાની નીચે વેપારી એસોસિએશનની રજૂઆત બાદ નિર્ણય

ભાવનગર | 28 નવેમ્બર

નોટબંધીબાદ ઊભી થયેલી પરિસ્થિતિ અને વેપારીઓને પડતી મુશ્કેલી સંદર્ભે આજે જુદા જુદા વેપારી એસો.ના પ્રતિનિધીઓ એસ.બી.આઈ.ના ડી.જી.એમ. અશોકકુમાર મહાકાલ અને એજીએમ ઠક્કરને યોગેશભાઈ બદાણીની આગેવાની નીચે રૂબરૂ મળ્યા હતા. જેમાં બુધ અને ગુરૂવાર એમ બે દિવસ કેમ્પ કરી વેપારીઓને પોઈન્ટ ઓફ સેલ મશીન આપવાનું અને પાનનંબર વગર કરંટ બેંક એકાઉન્ટ ખોલી આપવાનું નક્કી કરાયું હતું.

આજે એમ.જી.રોડ વેપારી એસો., વોરાબજાર વેપારી એસો., પીરછલ્લા શેરી વેપારી એસો., ગોળબજાર વેપારી એસો., બિઝનેસ સેન્ટર વેપારી એસો., સિંધી વેપારી એસો. ભાદેવાની શેરી એસોસિએશન, ચોક્સી મંડળ સહિતના એસો.ના પ્રતિનિધિઓ ડી.જી.એમ.ને રૂબરૂ મળ્યા હતા. જેમાં વેપારીઓને બેંક સાથેના વ્યવહારમાં મુશ્કેલી, કરંટ એકાઉન્ટ ખોલવા સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

બેંક તરફથી તા.30 નવેમ્બર અને 1 િડસેમ્બર ઘોઘાગેઈટ ચોક બિઝનેસ સેન્ટરની બહાર એક કેમ્પ યોજવામાં આવશે. જેમાં કરંટ એકાઉન્ટ ધરાવનાર વેપારીઓને ક્રેડીટ, ડેબીટ કાર્ડ સ્કેચ કરી શકે તેવું પીઓએસ ડીઝીટલ મશીન અપાશે ઉપરાંત નવા ખાતા ખોલી અપાશે અને બેંકને લગતા તમામ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ લવાશે.

સાંસદ ભારતીબેન શિયાળે પણ બેંકના અધિકારીઓ સાથે ટેલીફોનીક ચર્ચા કરી વેપારીઓની મુશ્કેલી હલ કરવા સૂચના આપી હતી. જ્યારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને વિભાવરીબેન દવેએ પણ મુલાકાત ગોઠવાય તે માટે સક્રિય રસ લીધો હતો. પ્રતિનિધી મંડળમાં યોગેશભાઈ બદાણી, ચંદુભા ગોહિલ, સંજય વેગડ, પ્રકાશ મોરી િનમેશ ફટાકડાવાળા, િહતેશ સોની, પ્રકાશ જોબનપુત્રા, જીતુભાઈ ઊંડવીયા, જીતુભાઈ િત્રવેદી, પરેશભાઈ પટેલ, પરેશભાઈ શાહ (જોનભાઈ), સુનીલભાઈ મકાતી, વસંતભાઈ સોની િવગેરે જોડાયા હતા.

20 દિવસ બાદ પણ ભાવનગરમાં નાણાં સંકટ યથાવત્ : હજુ 500ની નવી નોટો આવી નહીં : ATM પૂર્વવત થયા

કાર્યવાહી| ભાવનગરમાં બે દિવસમાં નવા 1500 ખાતા ખુલી ગયા : હજુ વધુ નવા એકાઉન્ટો ખોલાશે

અન્ય સમાચારો પણ છે...