તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રી શકિત એવોર્ડ કાર્યક્રમ યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જાગૃતિ એજયુકેશન અેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા તા. 8 મી માર્ચના રોજ બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમીત્તે સ્ત્રી શકિત એવોર્ડ-2016 કાર્યક્રમ યોજાશે. વેળા ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલી શહેર તથા જિલ્લાની 101 મહિલાઅોને સ્ત્રી શકિત એવોર્ડથી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાશે. પ્રસંગે મેયર નિમુબહેન બાંભણીયા, મુખ્ય મહેમાનપદે સાંસદ ભારતીબહેન શિયાળ, ભાવનગર રેન્જના ડી.આઇ.જી. અમીત વિશ્વકર્મા, કલેકટર બંછાનિધિ પાની, મ્યુનિ. કમિશનર જયપ્રકાશ શિવહરે, એસ.પી. દિપાંકર ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...