તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઇસ્કોન રોડ બન્યો છે ભાવનગરનો સૌથી સુવિકસીત વિસ્તાર

ઇસ્કોન રોડ બન્યો છે ભાવનગરનો સૌથી સુવિકસીત વિસ્તાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી 15 વર્ષ પહેલા જે રોડ પર ભાવનગરવાસીઓને ચાલવવામાં પણ બીક લાગતી તે ભાવનગરનો આજે સૌથી વિકસીત વિસ્તાર છે. એરિયામાં આજથી 15 વર્ષ પહેલા લોકો મકાન લેતા તો આજે અહી મકાન કે દુકાન લેવી કોઇ આમ માણસનું કામ નથી. આજે અહી ભાવનગરને એક માત્ર સૌથી વિશાળ હિમાલીયા મોલ છે જેમાં ઘણા શો-રૂમ જેમ કે રિલાયન્સ, એફ.બી.બી., વેસ્ટ સાઇડ, ગ્રીન ફીબરે, ખાદીમ, કલરર્સ, રિલાયન્સ ટ્રેન્ડ, રિલાયન્સ ફુટ પીન્ટ તથા અહીયા ભાવનગરનું ખૂબ પ્રખ્યાત મલ્ટીપલેક્ષ મેકસેસ જેમાં 4 સ્ક્રીન છે તથા 9ડી સિનેમા, મેકસસ ગેમઝોન, મૈસુર ઢોસા, સિટી પોઇન્ટ જેવા સારા રેસ્ટોરન્ટ પણ છે.

તો રોડની વાત કરીએ તો આજે રોડ 4 લેન બની ગયો છે, મોટા મોટા બિલ્ડિંગ અહી છે. ખૂબ સુવિધા સભર અહીં રેસીડેન્સીયલ સ્કીમ પણ છે. જેમાં Iscon City તથા ખૂબ સરસ Infrastructure ભાવનગરનું સાૈથી મોટુ રીસીડેન્સીયલ સ્કીમ છે. એક સાઇડ વિકટોરીયા પાર્કનું સૌંદર્ય અા રોડને ચાર ચાંદ લગાવે છે. તો સામે આખા રોડમાં 10-10 માળની બિલ્ડિંગો જોઇને એવું લાગે જયારે આપણે મુંબઇમાં આવી ગયા છીએ. Himaliya Skys, Leela Shanti, Sky Ixotica જેવા મોટા બિલ્ડિંગ રોડને ચાર ચાંદ લગાવે છે. તથા ઇસ્કોન રોડ પર લીલા ગ્રુપ ટૂંક સમયમાં 100 રૂમની પ્રથમ હોટલ જેમાં બે રેસ્ટોરન્ટ ઇન્ડિયન તથા સ્પેશ્યાલીટી રેસ્ટોરન્ટ સાથે સ્વિમિંગ પુલ, જીમ, સ્પા સાથે કોફી શોપ પણ હશે. તે સાથે અહીં હોટલ પાસે 1500 માણસનો સમાવેશ થઇ શકે તેવો પાર્ટી પ્લોટ પણ ટૂંક સમયમાં આવશે. ઇસ્કોન રોડ પર લાઇફ ઓન ફિટનેશ સેન્ટરમાં ભાવનગરના પ્રતિષ્ઠિત લોકો ફંકશનલ ટ્રેનીંગ દ્વારા હેલ્થ અને િફટનેશ વર્કઆઉટમાં જોડાયેલા છે.

ઇસ્કોન રોડ - શો-રૂમ / બિઝનેસ શોપ્સ

> રિલાયન્સ માર્કેટ

> એફ.બી.બી.

> રિલાયન્સ ટ્રેન્ડ

> રિલાયન્સ ફુડ પોઇન્ટ

> વેસ્ટ સાઇડ

> ગ્રીન ફીબરે

> 9ડી સિનેમા

> મેકસેસ સિનેમા

> મેકસેસ ગેમ ઝોન

> ખાદીમ

> મેડસ માર્કેટ

> મૈસુર ઢોસા

> વીરાજ રેનોલ્ટ શો-રૂમ

> શ્રી પાર્ટી પ્લોટ

> અમૃત ફુડ પોઇન્ટ

> એસ.બી.આઇ. બેન્ક

> મહેતા બ્રધર્સ

> મુની પેંડાવાળા

> કચ્છી કીંગ

> હેવમોર

> માધવમ ડેન્ટલ કેર

> બેલેઝા

> રજવાડુ

> એબીડી

> લાઇફ ઓન જીમ

> બસીલ પાર્ક હોટેલ

અન્ય સમાચારો પણ છે...