તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટુડન્ટ સાથે જેટલો ઘરોબો એટલું અંતર પણ રાખો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેશિક્ષકનું મહત્વ એટલું વધી ગયું છે કે છાત્રો પેરન્ટ્સ કરતાં પણ ટીચરની વાત વધુ માને છે. એટલે શિક્ષકની નૈતિક જવાબદારી મોટી બને છે. એટલે શિક્ષકોએ વિદ્યાર્થિ�ઓના આંતર્વિશ્વને સમજવા માટે તેની સાથે ઘરોબો રાખવો જરૂરી છે. પરંતુ સાથે એક ડિસ્ટેન્સ પણ રાખો. વિદ્યાર્થી સાથેની અંગતતામાં વધુ પડતા ઊંડા ઊતરી જશો તો પોતાના માર્ગથી ભટકી જવાય એવું ભયસ્થાન પણ છે. શબ્દો છે દિવ્ય ભાસ્કરના કલમકાર કૃષ્ણકાન્ત ઉનડકટના. ભાવનગરમાં સહજાનંદ કોલેજમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત પોતાનું વકતવ્ય આપતાં તેમણે આમ કહ્યું હતું.

શિક્ષણ અને માનવીય સંબંધો વિષય પર પોતાના વકતવ્યમાં તેમણે કથા-કથનો, તથ્યો, દ્રષ્ટાંતોને ટાંકતાં કહ્યું કે શિક્ષકે સ્ટુડન્ટને સારી રીતે શિખવવું હોય તો એના જેવા બનવું પડે. ભણાવવું કોઇ વ્યવસાય નથી. શિક્ષકની નૈતિક ફરજ છે. શું શિખવવું જેટલું મહત્વનું છે એટલું મહત્વનું પણ છે કે શું નથી શીખવાનું. પોતાના મનનીય પ્રવચનના અંતે તેમણે પ્રશ્નોત્તરી દરમ્યાન પણ છાત્રો- શિક્ષકોને જ્ઞાનમૂગ્ધ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તા.22થી 28 ફેબ્રુઆરી દરમ્યાન સાત દિવસના ડેવલપમેન્ટ કાર્યક્રમમાં શિક્ષકો- છાત્રો નવી પરિસ્થિતિથી વાકેફ બની પોતાના શિક્ષણકાર્ય પ્રત્યે વધુ સજ્જ બને તે માટે વિવિધ ક્ષેત્રના 21 મહાનુભાવોના વક્તવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની સફળતા માટે કોલેજ શિક્ષકગણ અને મેનેજમેન્ટ દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે.

ઊંડાણથી સમજો એના આંતરવિશ્વને, પણ ...

ભાવનગરમાં સહજાનંદ કોલેજમાં કલમકાર કૃષ્ણકાન્ત ઉનડકટનું દિલખોલ વક્તવ્ય યોજાયું

અન્ય સમાચારો પણ છે...