તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાજથી ગગનમાં સવારે 7 ગ્રહોને નિહાળવાની તક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુગઇ કાલે રેલવેનું બજેટ આવ્યું છે અને નવી ગાડી�અો દોડાવવાની જાહેરાત થઇ છે ત્યારે ભાવનગરને ભલે કોઇ નવી ગાડી મળી પણ ભાવેણાના ગગનમાં એક સાથે સાત ગ્રહોની ગાડી શનિવારે વહેલી સવારે જોવા મળશે.

અંગે વધુ માહિતી આપતા ખગોળતજજ્ઞ પ્રો.સુભાષભાઇ મહેતા જણાવે છે કે તા.27 ફેબ્રુઆરીથી તા.29 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જતા અનુક્રમે મકર રાશિમાં બુધ અને શુક્ર, ધન રાશિમાં પ્લુટો, વૃશ્ચિક રાશિમાં મંગળ અને શનિ, તુલા રાશિમાં ચંદ્ર તેમજ સિંહ રાશિમાં ગુરૂનો ગ્રહ વહેલી સવારે 5-30થી 6-30 દરમિયાન સ્પષ્ટ સ્વરૂપે જોવા મળશે. મકર રાશિમાં બુધ અને શુક્ર તથા વૃશ્ચિક રાશિમાં મંગળ અને શનિના ગ્રહ તુરંત ઓળખી શકોશ. તો વહેલી સવારે શનિવારથી સોમવાર સુધી જો વાદળછાયું વાતાવરણ નહીં હોય તો સાત ગ્રહોની ગાડી જોવાનો આનંદ ખગોળ રસિયાઓ માણી શકશે.

તા.27 થી 29 ફેબ્રુઆરી સુધી નજારો

જો વાદળછાયુ વાતાવરણ નહીં હોય તો સાતેય ગ્રહો સ્પષ્ટ દેખાશે

અન્ય સમાચારો પણ છે...