તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 67 ગામના પ્રજાજનોને તલાટીની અનિયમિતતામાંથી મળેલો છૂટકારો

67 ગામના પ્રજાજનોને તલાટીની અનિયમિતતામાંથી મળેલો છૂટકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન િરપોર્ટર.ભાવનગર.26 ફેબ્રુઆરી

ભાવનગરનાગ્રામ્ય િવસ્તારોમાં તલાટી મંત્રીઓની અનિયમિતતાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે પરંતુ તલાટીઓને નિયમિત કરવા િજલ્લા પંચાયત દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ભાવનગર અને ઘોઘા તાલુકાના 67 ગામોમાં પંચાયત ઓફિસમાં હાજરી માટે બાયોમેટ્રીક મશીન મુકતા હવે ગ્રામજનોને તલાટી-મંત્રીઓ રોજેરોજ મળતા થતા હાશકારો થયો છે.

ગ્રામ્ય િવસ્તારોમાં મોટાભાગના સરકારી કામો માટે તલાટી-મંત્રીની ભૂમિકા મુખ્ય હોય છે પરંતુ ગ્રામજનોની અવદશા પણ તલાટી-મંત્રીને કારણે હોય છે કારણ કે તલાટી મંત્રી તેઓને ફરજ સોંપાયેલા ગામોમાં અઠવાડીયામાં માત્ર એકા’દ-બે વાર ડોકાતા હોય છે જેને કારણે ગ્રામજનોના કામો ટલ્લે ચડતા હોય છે. વર્ષોથી ગ્રામજનો તલાટીઓની બેદરકારીનો ભોગ બનતા આવ્યા છે. પરંતુ ભાવનગર િજલ્લા પંચાયત તે બાબતે ગંભીર બની ગ્રામ પંચાયત કચેરીમાં તલાટીઓ નિયમિતપણે હાજર રહે તે માટે બાયોમેટ્રીક મશીન મુકવામાં આવી રહ્યા છે. િજલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તનનો લાભ જિલ્લાને મળી રહ્યો છે.

િજ.પં. પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ પણ પંચાયતની બદી દૂર કરવા મહત્તમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા આગ્રહ રાખતા ભાવ. તાલુકાના 33 અને ઘોઘા તાલુકાના 34 મળી કુલ 67 ગામોમાં બાયોમેટ્રિક મશીન મુકાઈ ગયા છે અને તમામ ગામોમાં હાલમાં તલાટી-મંત્રીઓને ફરજીયાત બાયોમેટ્રીક દ્વારા હાજરી પુરવાની રહે છે. તેમજ કેટલા કલાક કામ કર્યું તે પણ વર્કબુકમાં નોંધ થશે. જેથી હાલમાં 67 ગામોના લોકોને તલાટીઓની અનિયમિતતાની સમસ્યાઓમાંથી છૂટકારો થયો છે. આગામી િદવસોમાં િજલ્લાના તમામ ગામોમાં બાયોમેટ્રીક દ્વારા હાજરી પુરવાની કાર્યવાહી થશે.

ટેક્નોક્રેટ| ભાવનગર અને ઘોઘાની ગ્રામ પંચાયતો બની ટેક્નોસેવી

અઠવાડિયે એક વખત મળતા તલાટી-મંત્રી હવે રોજેરોજ ગામમાં જોવા મળે છે : િજલ્લાભરમાં શરૂ કરાશે બાયોમેટ્રિક દ્વારા હાજરી

શિક્ષકો-આરોગ્ય સ્ટાફને પણ નિયમિત કરાશે

માત્રતલાટીઓ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળામાં શિક્ષકો તેમજ પીએચસીમાં આરોગ્ય કર્મચારીઓ અને ડોકટરો પણ નિયમીતતા માટે બેદરકાર હોય છે. જેથી તેઓ પણ ફરજ પરના સ્થળે નિયમિત હાજર રહે તે માટે તેઓની બાયોમેટ્રીક દ્વારા હાજરી પુરવાનું િજલ્લા પંચાયતનું આયોજન છે.

તાલુકા કક્ષાની મીટિંગમાં બાયોમેટ્રિક દ્વારા હાજરી

તલાટીમંત્રીઓની ગુરૂવારે મામલતદાર અને તાલુકા પંચાયત ખાતે બેઠક હોય છે. જેથી તાલુકા કક્ષાએ પણ તલાટીઓની હાજરી માટે તાલુકા કચેરીએ મુકાયેલા બાયોમેટ્રીક દ્વારા હાજરી પુરાશે.

ગેરહાજર તલાટીનો DDOને મોબાઈલ પર મળશે મેસેજ

ભાવનગરઅને ઘોઘા તાલુકાના 67 ગામોમાં તલાટી-મંત્રીઓની હાજરી માટે મુકાયેલી બાયોમેટ્રીક િસસ્ટમ ઓનલાઈન હોવાથી જે ગામમાં તલાટી સમયસર નહી પહોંચે અને ગેરહાજર રહેશે તેનો મેસેજ સીધો ડીડીઓના મોબાઈલ પર આવી જશે. જેથી ડીડીઓ સંબંધિત અધિકારીને તે બાબતનો ખુલાસો પૂછશે.

અન્ય સમાચારો પણ છે...