તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ડોકટર હોલની દીવાલ થીમબેઈઝ િચત્રાંકન દ્વારા આવશે લોકજાગૃતિ

ડોકટર હોલની દીવાલ થીમબેઈઝ િચત્રાંકન દ્વારા આવશે લોકજાગૃતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરડોકટર એસોસિએશન અને દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા ભાવનગર કલા સંઘના સહકારથી કલાનગરીના ડોકટર હોલની દિવાલો પર 100થી વધુ િચત્રકારો આરોગ્યના સંદેશા સાથે તા.28ને રવિવારે કલાના કામણ પાથરશે. જ્યારે સાંજના 4-30 કલાકે મહિલા કોલેજ સર્કલ ખાતે ભવ્ય રંગારંગ ‘રંગસ્વરા’ સાંસ્કૃતિક કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ડોકટરો પોતાના સ્વરમાં નવા જૂના હિન્દી િફલ્મોના ગાયનોથી કલા રસીક જનતાને ડોલાવશે.

ભાવનગર મેડીકલ એસોસિએશન અને સૌરાષ્ટ્ર સમાચારના સંયુક્ત ઉપક્રમે ભાવેણાની કલાપ્રેમી પ્રજાને આગામી તા.28ને રવિવારના રોજ સવારથી સાંજ સુધી કલાકારો રસથાળ પિરસશે. સવારથી 100થી વધુ ચિત્રકારો આરોગ્ય ને સ્વચ્છ ભાવનગરને લગતા થીમબેઈઝ મેઘધનુષી રંગો દ્વારા ડોકટર હોલની િદવાલો પર ચિત્રોનું સર્જન કરશે.

જ્યારે સાંજે 4-30 કલાકે દર્દીઓની નાડ પારખતા ડોકટરોની નસનસમાં દોડતી કલાના દર્શન થશે. ભાવનગરના ડોકટરો દ્વારા નવા-જુના િહન્દી ફિલ્મી ગીતો દ્વારા કલાપ્રેમીઓને ડોલાવશે. તદ્દઉપરાંત ડાન્સ, મુક અભિનય, રાસ-ગરબા, ફોક મ્યુઝીકની સંગાથે ભાવેણાની પ્રજા ‘રંગસ્વરા’ને મનભરીને માણશે. મહિલા કોલેજ સર્કલ ખાતે જાહેરમાં યોજાનારી રંગ સ્વરા કાર્યક્રમને માણવા નગરજનોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

મહિલા કોલેજ સર્કલ ખાતે રવિવારે ડોકટર એસોસિએશન અને સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા રંગસ્વરાનો કાર્યક્રમ યોજાશે

ઉત્સાહ| ભાવનગર કલા સંગના સહકારથી આયોજન ઘડાયું

અન્ય સમાચારો પણ છે...