તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુ. તિજોરી ખાલી, રિકવરી માટે બાયો ચડાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર. 26 ફેબ્રુઆરી

કરદાતાઓપાસેથી કરોડોની લેણી રકમ વસુલ કરવા તંત્રએ કમરકસી છે. આજે 579 અિધકારી, કર્મચારીઓને કોર્પોરેશનની બાજુમાં ટાઉન હોલમાં લઇ જઇને મ્યુ. કમિશનર શિવહરેએ રિકવરીના પાઠ ભણાવ્યા હતા, વધુમાં જે તે ખાતા અધિકારી ઢીલી નીતિ રાખશે તેના ખાતાનો પગાર અટકાવી દેવાની ચિમકી આપી છે. સોમવારથી તમામ સ્ટાફને વ્યક્તિ દીઠ 100 મિલકતોની રિકવરી કરવાનો લક્ષ્યાંક અપાયો છે.

કોર્પોરેશન દ્વારા કરદાતાઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરવાની બાકી છે. નાણાંકીય વર્ષ પૂર્ણ થઇ રહ્યંુ છે. નવા વર્ષથી વેરો વધારો ઝિંકાયો છે. ડૂપ્લીકેટ બિલની સમસ્યા કેડો છોડતી નથી. અનેક પડકારો વચ્ચે બાકી વસુલાત કરવા સિવાય હવે કોઇ વિકલ્પ નથી.

કોર્પોરેશનની તિજોરી ખાલી થઇ ગઇ છે. રિકવરીના કરોડો બાકી છે ત્યારે આજે મ્યુ. કમિશનર જયપ્રકાશ શિવહરેએ પાઠશાળા શરૂ કરી હતી. બાજુમાં આવેલા મોતીબાગ ટાઉન હોલ ખાતે વર્ગ 1થી3ના તમામ અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં વ્યક્તિ દીઠ 100 મિલકતોની રિકવરી કરવાનો લક્ષ્યાંક અપાયો છે. જેથી આરામના મુડમાં કર્મચારીઓની ઉંઘ ઉડી ગઇ છે. શનિ-રવિની રજા છે. પરંતુ આજે શુક્રવારે મોડી રાત સુધી કોર્પોરેશનમાં ધમધમાટ જોવા મળ્યો હતો, કેટલાક ખાતા અધિકારીઓને આજે બ્લોક વાઇઝ ડિમાન્ડ નોટિસો પકડાવી દેવાઇ છે.

બીજી બાજુ રિકવરીમાં જો ખાતાના અધિકારીઓ ઢીલી નીતિ રાખશે તો આગામી મહિનામાં તેના ખાતાનો સ્ટાફ અટકાવી દેવાની પણ ચિમકી અપાઇ છે. મહિના અગાઉ દરેક ખાતા અધિકારીઓને તેના રૂટિન કામ ઉપરાંત વધારાની કામગીરી સોંપાઇ હતી, પરંતુ તેમાં અધિકારીઓએ પાછી પાની કરી હતી. ધાર્યા મુજબની સફળતા નહીં મળતા કમિશનરે આજે લાલ આંખ કરીને તમામ સ્ટાફને મિલકતો મુજબનો ટાર્ગેટ આપી દીધાે હતો.

હવે વ્યાજ સહિત કરની વસૂલાત

છેલ્લાકેટલાક વર્ષોથી વ્યાજ માફીની સ્કિમ મુકવાની મ્યુ. કોર્પોરેશનની પરંપરાના લીધે કરદાતાઓ વેરો ભરવામાં યોજનાની રાહ જોઇને બેસી રહેતા હતા, જે પરંપરા વર્ષથી કમિશનર શિવહરેએ તોડીને ફરજિયાત વેરો ભરી દેવા અને માફી યોજના હવે કયારેક નહીં જાહેર કરવામાં આવે તેમ જણાવ્યંુ હતંુ. આથી કરદાતાઓ પાસેથી વ્યાજ સાથે લેણાની વસુલાત કરવામાં આવશે.

વ્યક્તિ દીઠ 100 મિલકતોનો લક્ષ્યાંક : મ્યુ. કમિશનરે ટાઉન હોલમાં 579 અધિકારી, કર્મચારીઓને રિકવરીના પાઠ ભણાવ્યા

કમરકસી | જો રિકવરી નહીં લાવો તો જે તે ખાતાનો પગાર નહીં કરવા મ્યુનિસિપલ કમિશનરે ચીમકી અાપી

વસુલાત વર્ષ મુજબ 2015-16 2014-15

કાર્પેટમુજબ (93 કરોડ લેણા) 38,28,15,799 40,22,07,017

જુની પધ્ધતિના( 200 કરોડ લેણા) 3,84,89,494 4,13,17,450

નોંધ: ગત વર્ષે આવક વધવાનંુ કારણ 26મી જાન્યુ.થી વ્યાજ માફી સ્કીમ હતી

લેણા અને વસૂલાતની વર્તમાન સ્થિતિ...

અન્ય સમાચારો પણ છે...