તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર ટી. હોસ્પિટલમાં ધૂળ ખાતી 200 વ્હીલચેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ જેમને જરૂર છે તેમના સુધી પહોંચાડવામાં પણ તંત્રની બેદરકારી

ભાવનગર. 26 ફેબ્રુઆરી

વિવિધપ્રકારના અંધેર અને અવ્યવસ્થા માટે જાણીતી એવી ભાવનગર સર ટી હોસ્પિટલના એક ખુણામાં છેલ્લા મહિનાથી ધૂળ ખાતી પડેલી વિકલાંગો માટેની સાયકલોનો મોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. 200 જેટલી વ્હીલચેરના ભેદી જથ્થાને લઇને છેલ્લા બે દિવસથી તરેહ-તરેહની ચર્ચા થઇ રહી છે.

માત્ર નવાં વાહનો મળે ત્યારે દેખાડાભર્યાં લોકાર્પણ કાર્યક્રમો કરવાની જે દરકાર દાખવવામાં આવે છે તેટલી દરકાર સાધનોના યોગ્ય ઉપયોગ અંગે દાખવવામાં આવતી નથી. જો કે સાયકલોના જથ્થા અંગે પૂછતાં સર ટી. હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડો. એમ.પી. સિંઘે કહ્યું કે સાયકલ વિતરણ અંગે અમારી કોઇ જવાબદારી બનતી નથી. સાયકલો જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી અને કલેક્ટર દ્વારા હોસ્પિટલમાં મૂકાવવામાં આવી છે. તેનું શું કરવાનું છે તે અમે જાણતા નથી અને અમે કલેક્ટરને અંગે પૂછી શકીએ નહીં.

પુરો જથ્થો આવ્યા બાદ િવતરણ થશે

^આસાયકલોકોઇ સરકારી કાર્યક્રમ અંતર્ગત આવેલી સાયકલો નથી. એક ખાનગી કંપની દ્વારા તે સોશ્યલ રિસ્પોન્સિબીલીટીના ભાગ રૂપે આપવામાં આવી છે. પણ જે સાયકલો આવી છે તે તેનો પ્રથમ હિસ્સો છે હજુ બીજો એટલો હિસ્સો આવવાનો બાકી છે. બાકીનો જથ્થો લગભગ 10થી 12 દિવસ પછી આવવાનો છે. આવે એટલે તરત જરૂરિયાતમંદોને તેનું વિતરણ કરી દેવાશે. > બંછાનિધિપાની, કલેકટર

વિકલાંગો માટે લવાઇ પણ અપાઇ

અન્ય સમાચારો પણ છે...