કાલે િનર્દોષાનંદજીનો ષોડશી મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : બ્રહ્મલીન સ્વામી િનર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના દેહવિલય બાદ તા.7ને ગુરૂવારે સર્વે ભક્તો દ્વારા ટીંબી ખાતે વિવિધ ગુરૂભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 કલાકે સ્વામીજીની પ્રતિમાની ષોડશોપચાર પૂજનવિધિ, 9-30 કલાકે મહાત્માઓનું સન્માન, 9.45 કલાકે પ્રસંગોચિત્ત વક્તવ્યો, 10.45 કલાકે ગુરૂજીના શિષ્યો ભોલાનંદજી અને સદાનંદજીના પ્રવચનો, 11.30 કલાકે મહાપ્રયાણની વિડિયો કિલપનું પ્રદર્શન અને 12 કલાકે સમૂહ પ્રસાદ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...