મહુવામાં સિટી સર્વે સુપ્રિ.ના અભાવે કામો ખોરંભે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવાસહિત જીલ્લાના તમામ શહેરો અને તાલુકા કક્ષાએ કર્મચારી અને કાયમી અધિકારીની નિમણુંકના અભાવે સીટી સર્વે કચેરીની નબળી કામગીરીથી મિલ્કત ધારકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. તેમ છતાં વિકાસને વરેલી સરકાર દ્વારા કોઇ નક્કર અને પરિણાત્મક પગલા ભરાતા લોકો આજે પણ પરેશાની ભોગવી રહ્યાં છે.

મહુવામાં સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની કચેરીમાં વર્ષ 2004 પછી રેગ્યુલર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ ખાલી છે. સીટી સર્વે કચેરીમાં 13 વર્ષથી સ્થાનીક કક્ષાએ કાયમી અધિકારી નથી. આથી લોકોના કોઇ કામ થતા નથી. મહુવાનો 25 ટકા જેટલો વિસ્તાર સર્વે વગરનો છે.

મહુવા સીટી સર્વે કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયરની બે જગ્યા છે. જે તાજેતરમાં મહિલા કર્મચારીથી ભરવામાં આવી છે. જ્યારે ઇન્ચાર્જ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અઠવાડીયામાં એક દિવસ બુધવારે મહુવામાં આવી મહુવાની કામગીરી કરે છે. મહુવા સીટી સર્વે કચેરીનું મહેકમ વધારવા અનેકો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતા મહેકમ પુરૂ કરવામાં આવતુ નથી, કાયમી અધિકારી મુકાતા નથી આથી સીટી સર્વે કામગીરીમાં ગતી આવતી નથી.

થોડા મહિનાઓ પહેલા પ્રાંત અધિકારીએ હુકમથી બાંધકામની પેન્ડીંગ મંજુરીઓ ના નિકાલ માટે ભાવનગરના 10 જેટલા કર્મચારીઓને પ્રતિ નિયુકિત પર બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં અંદાજે નવા 3000 જેટલા આસામીઓને સીટી સર્વે નંબર આપવામાં આવતા અને જુના અંદાજે 7800 મળી કુલ 10800જેટલા આસામીઓને સીટી સર્વે નંબર અને સનદ મળી ચુકી છે. પરંતુ કર્મચારીઓ જે તે જગ્યાએ પરત જતા મહુવા સીટીસર્વે કચેરી હેઠળ મહુવાના રે.સર્વે નં. 248-314-321ના મોટા વિસ્તારની સર્વે કામગીરી પૂર્ણ કરવા ભાવનગરના કચેરીના કર્મચારીઓને પ્રતિ નિયુકિત પર બોલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લઇ મહુવાના તમામ મિલ્કત ધારકોને સીટી સર્વે નંબર પ્રપ્ત થાય તેવા પગલા ભરવા માંગ ઉભી થવા પામી છે.

સીટીસર્વે પ્રોપટીકાર્ડ મકાન બાંધકામની પરમીશનમાં તથા બેંકની લોનની કામગીરીમાં ફરજીયાત રજુ કરવા ના હોવાથી લોકોને બાંધકામની મંજુર મળતી નથી. લોનના કેસોમાં પ્રજા હેરાન પરેશાન થાય છે.

ચૂંટણી બાદ તમામ કેસોનો નિકાલ થઇ જશે

^મેન્ટેનન્સસર્વેયરની જગ્યા ઉપર સિનિયર કર્મચારીની ભાવનગરથી બદલી કરવામાં આવી છે. ચુંટણીની કામગીરી પૂર્ણ થયે તમામ રિમાન્ડ કેસનો નિકાલ કરી નવા સર્વેની કામગીરી હાથ ધરાશે. >જી.આર.દુલેરા, ઇન.સુપ્રિટેડન્ટ,મહુવા સીટી સર્વે કચેરી

50 જેટલા કેસ પેન્ડીંગ

કલેક્ટરસમક્ષ દાદ માંગી રીમાન્ડમાં આવેલા કેસોનો પણ નિકાલ થતો નથી. અંદાજે મહુવાના 50 જેટલા રિમાન્ડ કેસ પેન્ડીંગ છે. તાજેતરમાં લોકોની વાહ-વાહ મેળવવા દસ્તાવેજની સાથે સીટી સર્વેની કામગીરી થશે તેવો દેખાડો કરવા મહુવામાં અર્બન ઇ-ધરા સેવાનું ભવ્ય ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. ઉદ્દઘાટન થયુ પરંતુ કર્મચારી વિના જુનુ કામ વર્ષોથી પેન્ડીંગ છે.

મહુવા સિટી સર્વે સુપ્રિ. કચેરીમાં 2004 પછી રેગ્યુલર અધિકારીની જગ્યા ખાલી

લોલમલોલ| ઇન્ચાર્જ સુપ્રિ.થી કચેરીનુ રોડવાતુ ગાડું : લોકોને હાલાકી

અન્ય સમાચારો પણ છે...