તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિત્રા પાસે ડિવાઇડર પર બસ ચડાવી દેતો એસ.ટી. ડ્રાઇવર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનાચિત્રા વિસ્તારમાં દેસાઇનગર નજીક એક બસ ડિવાઇડર પર ચડી જતાં તેમાં બેસેલા 50 જેટલા મુસાફરોના જીવ ઘડીભર પડીકે બંધાયા હતા. જો કે લગભગ પોણી કલાકનો ખોટીપો થયા બાદ મહુવાથી સુરત જઇ રહેલી બસ રવાના થઇ હતી. આજે રાત્રે 10:30 વાગ્યાના સુમારે બનેલી ઘટનામાં ભાવનગરના ચિત્રા વિસ્તારમાં દેસાઇનગર પાસે આવતાં અચાનક ડિવાઇડર પર ચડી ગઇ હતી. મહુવા ડેપોની બસમાં બેસેલા બેઠેલા 50 જેલા મુસાફરો ઘડીભર સમજી શક્યા નહોતા કે શું થઇ ગયું. ભારે અફરાતફરી મચી ગઇ હતી. અંગે માહિતી મળતાં ડીસી બી.આર. ડીંડોડે સહિતની ટીમ ઘટના સ્થળે મોકલી આપી હતી. તેમણે કહ્યું હતું બનાવ બન્યાના પોણા કલાકમાં ગાડી ગાડી ડ્રાઇવર સાથે રવાના કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...