તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરમાં તંત્રના ઉધામા છતાં વીજ ચોરીનંુ દૂષણ ઘટતંુ નથી !!

ભાવનગરમાં તંત્રના ઉધામા છતાં વીજ ચોરીનંુ દૂષણ ઘટતંુ નથી !!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેર અને િજલ્લામાં વીજ ચોરીનંુ દૂષણ ડામવંુ તંત્ર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયંુ છે. સમયાંતરે ચેકિંગની કાર્યવાહી કરવા છતા વીજ ચોરો બેફામ હોય તેવી પરિસ્થિતિ છે. છેલ્લા સાત મહિનામાં ચેકિંગ દરમિયાન ભાવનગર શહેર અને િજલ્લામાંથી 9346 જોડાણોમાંથી ગેરરિતિ બહાર આવી હોવાનંુ વીજ તંત્રએ જણાવ્યંુ હતંુ.

ભાવનગર શહેર િજલ્લામાં વીજ ચેકિંગ ચાલુ છે, હાલમાં મોટી કોઇ ડ્રાઇવ નથી કારણ કે ચંૂટણીની આચાર સહિતા નડી રહી છે, તેમ છતા અગાઉના સમયમાં વીજ તંત્ર દ્વારા વારંવાર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવા છતા વીજ ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે.

ઘણા સબ ડિવિઝનો એવા છે કે, ત્યા વીજ લોસ ઘટવાનંુ નામ લેતો નથી. આવી પરિસ્થિતિમાં વીજ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે ત્રાટકવા છતા પુરતી સફળતા મળી નથી.

અંગે વીજ તંત્રના અધિક્ષક ઇજનેર રાઠોડએ જણાવ્યંુ હતંુ કે, કયાં સબ ડિવિઝનમાં કેટલો વીજ લોસ છે તેના આધારે ચેકિંગની કાર્યવાહી ચાલંુ હોય છે. ઘણા કિસ્સાઓમાં વીજ ચોરી કેવી રીતે થાય છે અથવા તો કેવી રીતે ઝડપી પાડવા તે એક પડકારરૂપ બની જાય છે.

નોંધનિય છે કે, એકંદરે ભાવનગર િજલ્લામાં વીજ ચોરીનંુ પ્રમાણ ઘણંુ છે, દૂષણ ડામવંુ વીજ તંત્ર માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયંુ છે. ચંૂટણી બાદ વીજ તંત્ર પણ સામૂહિક ઘોસ બોલાવવાના મૂડમાં હોવાનંુ જાણવા મળેલ છે.

ખાસ કરીને ઘોઘા પથંક, ઘોડીઢાળ, મહુવા સહિતનો પથંક ટાર્ગેટ ઉપર હોવાનંુ જાણવા મળેલ છે. આમ, ચેકિંગ સઘન રીતે કરાતું હોવા છતાં વીજ ચોરીનું દૂષણ ડામી શકાયું નથી.

દ્વિધા | પાવર ચોરી ડામવી તંત્ર માટે લોઢાના ચણા ચાવવા સમાન

િજલ્લામાં સાત મહિનામાં 9346 જોડાણોમાં ગેરરીતિ હોવાનંુ બહાર આવ્યંુ, ચેકિંગ ચાલુ હોવા છતાં ઠેર ઠેર ચોરી તો ઝડપાય છે

અન્ય સમાચારો પણ છે...