તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પર્ધાઓના એક માસ બાદ પણ સિલેક્ટરો વેતન વિહોણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે.ભાવનગર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ સાથે સમયાંતરે એક યા અન્ય રીતે અન્યાય થતો હોવાની બાબતો પ્રકાશમાં આવતી રહે છે. ભાવનગર યુનિવર્સિટીની જુદી જુદી સ્પર્ધાઓના આધારે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓ માટે ભાવનગર યુનિ.ની ટીમ પસંદ કરનાર સિલેકશન કમીટીના સભ્યોને એક માસથી વધુ પણ સમય થઇ ગયો છતા તેઓનું માનદ્ વેતન ચૂકવાયુ નથી.

ભાવનગર યુનિવર્સિટીની જુદી જુદી રમતો માટેની ઇન્ટર કોલેજ સ્પર્ધાઓ રમાડવામાં આવી હતી, સ્પર્ધાઓમાં ખેલાડીઓએ કરેલા પ્રદર્શનના આધારે સિલેક્શન કમીટી દ્વારા ભાવનગર યુનિવર્સિટીની ટીમની પસંદગી કરવામાં આવી હતી. પસંદગીકારો પોતાના કાર્યક્ષેત્રમાંથી સ્પોર્ટ્સ માટે અમુલ્ય સમય કાઢી અને ટીમોની પસંદગી કરવાનું કામ કર્યુ છે.

પસંદગી સમિતિના સભ્યોને અગાઉથી નક્કી કરવામાં આવેલું વેતન પણ ચૂકવવામાં આવ્યુ નથી. એક માસથી પણ વધુ સમય વિતી ગયો હોવા છતા વેતન ચૂકવવામાં આવ્યા નથી.

ઉપરાંત ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓમાં ભાગ લેવા જતા ખેલાડીઓ માટે પણ કોઇ સુચારૂ વ્યવસ્થાઓ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતુ નથી અને ખેલાડીઓએ ઉભા ઉભા સ્પર્ધાઓના સ્થળ સુધી જવું પડે છે.

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીમાં

સિલેકશન કમીટીના સભ્યોમાં પણ રોષ

અન્ય સમાચારો પણ છે...