તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર રેલવે ડિવિઝનમાં કેટલીય રેલવે લાઈન એવી છે કે જ્યાં

ભાવનગર રેલવે ડિવિઝનમાં કેટલીય રેલવે લાઈન એવી છે કે જ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર રેલવે ડિવિઝનમાં કેટલીય રેલવે લાઈન એવી છે કે જ્યાં છાશવારે સિંહની મોતની ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં કોઈપણ પ્રકારના પગલા નહિ લેવાતા હોવાનું અહીં તાદ્રશ્ય ઉદાહરણ છે. સાસણ ગીરના જંગલમાં જંગલના રાજા સિંહની સતત અવરજવર રહે છે. અહીં રેલ્વે ફાટક જેવું કશું છે નહિ. બાબા આદમ વખતની દોરડા બાંધવાની રીતથી ટ્રેન આવે ત્યારે આડશ કરવામાં આવે છે અને ત્યારબાદ ખોલવામાં આવે છે. ઉપરાંત રેલવેના પાટા પણ ખુલ્લા છે. જ્યારે િસંહબાળના રેલ્વે અકસ્માતમાં મૃત્યુના સમાચાર મળે છે ત્યારે રાજ્ય સરકાર, વન વિભાગ, રેલ્વે ખાતા દ્વારા જડબેસલાક પગલા લેવાયાનો દાવો કરવામાં આવે છે. તેમાં તાજેતરની તસ્વીરોથી બયાન થાય છે કે એશિયાઈ સિંહની એકમાત્ર ગુજરાતની વસાહત રેલ્વે લાઈનના કારણે જોખમમાં છે. ભાવનગર રેલ્વે િડવિઝન નીચે માત્ર સાસણ ગીર નહિ, રાજુલા, વેરાવળ-સોમનાથ સહિતના અન્ય િવસ્તારોની દશા પણ ખરાબ છે. સાવજને બચાવવા માટે નક્કર સાવજ જેવા પગલા લેવાય તે જરૂરી છે, બાકી ‘શિયાળીયા’ જેવી નીતિથી કોઈ ફરક પડવાનો નથી.

આમાં જંગલના રાજા સિંહનું શું થાય ? રેલવેે ફાટકનું નામોનિશાન નહિ

અન્ય સમાચારો પણ છે...