તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • અંધજન મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનંુ કરાયેલંુ આયોજન

અંધજન મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનંુ કરાયેલંુ આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષ્ણકુમારસિંહજીઅંધ ઉદ્યોગશાળા રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર જિલ્લા શાખા દ્વારા વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે આગામી ડિસેમ્બરમાસમાં શહેરના વિદ્યાનગરમાં આવેલી અંધશાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય અંધજન મંડળની ભાવનગર જિલ્લા શાખા દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યકિત�ઓની વિશિષ્ટ આવડતથી આમજનતા પરિચિત બને તેવા ઉમદા હેતુથી આગામી તા. 3 ડિસેમ્બરના સાંજે 7 કલાકે દિવ્ય દ્રષ્ટિનો દરબાર, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તા. 4 અને 5 ડિસેમ્બર દરમિયાન સવારે 9 થી 5 દરમિયાન પ્રજ્ઞાલોકના અજવાળા શિર્ષક તળે વિશિષ્ટ પ્રદર્શનનું વિદ્યાનગરમાં નવા ફિલ્ટરની સામે આવેલા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળામાં યોજાશે.આ પ્રદર્શન સવારે 9 થી 5 સુધી ખુલ્લુ રહેશે.

કાર્યક્રમનું આકાશવાણીના રાજકોટ કેન્દ્રના નિયામક વસંતભાઇ જોશીના હસ્તે ઉદઘાટન થશે. વેળા ઉદ્યોગપતિ મુન્નાભાઇ મેઘાણી, આરીફભાઇ કાલવા,� ઓલ ઇન્ડિયા રેડિયોના પુર્વ પ્રોગ્રામ ઓફિસર ધીરજભાઇ ગોસાઇ અને માધ્યમિક શિક્ષક સંઘ અને ભાવનગર શહેરી શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ શિરીષભાઇ જોશી વ. મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેશે.

આંખ વિનાની દુનિયામાં ડોકીયુ શિર્ષક તળે

દિવ્ય દ્રષ્ટિનો દરબાર, પ્રદર્શન સહિતના કાર્યક્રમો

અન્ય સમાચારો પણ છે...