તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંડર-16 સૌરાષ્ટ્રની ટીમમાં ભાવનગરના ત્રણ ખેલાડીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત અંડર-16 આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઝળહળતો દેખાવ કરનારા ભાવનગરના ત્રણ ખેલાડીઓને સૌરાષ્ટ્રની ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

બીસીસીઆઇ દ્વારા આયોજીત તા.1 ડિસેમ્બરથી રાજકોટ ખાતે રમાનાર સૌરાષ્ટ્રની મેચમાં ભાવનગરના ત્રણ ખેલાડીઓને તક આપવામા આવી છે. ભાવનગરના ઓલરૌન્ડર પૃથ્વી ચૌહાણ, રૂદ્ર ભટ્ટ અને ધર્માદિત્ય ગોહિલે ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરેલા દેખાવની નોંધ પસંદગીકારો દ્વારા લેવામાં અાવી છે. ઉપરાંત ભાવનગરના અન્ય એક ઓલરાઉન્ડર મેહુલ ચોહલાને સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યા છે.

બીસીસીઆઇ દ્વારા રમાડવામાં આવનાર

પૃથ્વી, ધર્માદિત્ય અને રૂદ્રને તક અપાઇ

અન્ય સમાચારો પણ છે...