તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર સામે રાજસ્થાનને ફોલોઓન થવાની ફરજ પડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીસીસીઆઇદ્વારા રમાડવામાં આવતી રણજી ટ્રોફી ગ્રુપ-બીની નિર્ણાયક લીગ મેચમાં યજમાન રાજસ્થાનની ટીમ સૌરાષ્ટ્ર સામે ફોલોઓન થઇ છે. ત્રીજા દિવસની રમતના અંતે રાજસ્થાને બીજા દાવમાં વિના વિકેટે 13 રન નોંધાવ્યા છે.

સૌરાષ્ટ્રની ટીમે તેઓના પ્રથમ દાવમાં 534 રન નોંધાવ્યા હતા. ગઇકાલના સ્કોર 2 વિકેટે 60 રનથી આજે આગળ રમવાનું શરૂ કરતા રાજસ્થાનની ટીમ 102.2 ઓવર્સમાં 275 રને ઓલઆઉટ થઇ ગયુ હતુ. રોબિન બિસ્તના 63 રન, એમ.કે.લોમોરે 52 રનનું યોગદાન આપ્યુ હતુ. સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટ, શૌર્ય સાણંદીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3-3 વિકેટો ખેડવી હતી.

ફોલોઓનની ફરજ પડાયા બાદ રાજસ્થાનની ટીમે તેઓના બીજા દાવમાં વિના વિકેટે 13 રન નોંધાવ્યા છે. આવતીકાલે મેચનો અંતિમ દિવસ છે, અને ગ્રુપ-બીમાંથી નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવા માટે સાૈરાષ્ટ્રની ટીમે મેચ જીતવી આવશ્યક છે.

રણજી ટ્રોફી : નિર્ણાયક લીગ મેચમાં

ઉનડકટ, જાડેજા, સાણંદીયાની 3-3 વિકેટ

અન્ય સમાચારો પણ છે...