તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિસે. 2016નો બેઠે બેઠો પેપર નવે.2017માં પુછાયો

ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ડિસે. 2016નો બેઠે બેઠો પેપર નવે.2017માં પુછાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છબરડાઓઅને અનિયમીતતાઓ માટે કૂખ્યાત બની ગયેલી એમ.કે.ભાવનગર યુનિવર્સિટીમાં સોમવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન ગત સેમેસ્ટરમાં પુછવામાં આવેલુ પ્રશ્નપત્ર બેઠે બેઠું પુછવામાં આવ્યુ હતુ.

ભાવનગર યુનિવર્સિટીની ચાલી રહેલી પરીક્ષાઓ દરમિયાન સોમવારે એમ.એસસી સેમેસ્ટર-3માં ઓર્ગેનિક કેમિસ્ટ્રી નેચરલ પ્રોડક્ટ-1નું પેપર હતુ. ડિસેમ્બર 2016માં લેવાઇ ગયેલી પરીક્ષામાં પુછવામાં આવેલું પેપર બેઠેબેઠું નવેમ્બ 2017માં પણ પુછવામાં આવ્યુ હતુ. 70 માર્કના પેપરમાં પાંચ પ્રશ્નો, પેટા પ્રશ્નો, માર્કનું ભારણ, શબ્દસહ: આવી ગયુ હતુ. સર પી.પી.ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ ખાતે પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ હસતા છબરડાની વિગતો જણાવી હતી. ઉપરાંત લાગતા વળગતા વિદ્યાર્થીઓને લાભ પહોંચડવાના આક્ષેપો પણ થયા હતા.

જવાબદાર સામે પગલા

^ઓર્ગેનિકકેમિસ્ટ્રીમાં ડિસેમ્બર 2016નુ પેપર બેઠેબેઠુ પુછાયુ હોવાની જાણ મને નથી. જૂના પેપર સેટ પડ્યા હશે તેમાંથી કદાચ આવી ગયો હશે. પેપર સેટરની ખામી કહી શકાય. જે કોઇ પણ કસૂરવાર હશે તેની સામે પગલા ભરવામાં આવશે. કોઇની શેહશરમ રાખવામાં આવશે નહીં, તટસ્થ તપાસ કરવામાં આવશે. >ડૉ.કૌશિકભાઇભટ્ટ, પરીક્ષાનિયામક, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી

જાણો અહીંયા, કેવી રીતે પેપર રીપીટ થયુ ?

ભાવનગરયુનિવર્સિટીમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું પેપર-10, નેચરલ પ્રોડક્ટસ-1નું પેપર હતુ. ડિસેમ્બર 2016નું બેઠેબેઠું પુછવામાં આવ્યુ હતુ. જૂના પેપર સેટ પડ્યા હોય છે, તસ્દી લીધા વિના કે ચકાસણી કર્યા વિના તે રીપીટ કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યુ છે. પેપર સેટ કરવાના યુનિવર્સિટી નાણા ચૂકવે છે, છતા આવું કેમ થયું તે તપાસનો વિષય છે.

નવેમ્બર 2017

ડિસેમ્બર 2016

લાગતા વળગતા વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવા માટેનો કારસો હતો ?

છબરડો | અનિયમીતતાઓ માટે કુખ્યાત એમ.કે.ભાવનગર યુનિ.માં

અન્ય સમાચારો પણ છે...