ધો.12માં 55% લાવનાર EBC છાત્રોને CS નોંધણી ફી મુક્તિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 7 ડિસેમ્બર

ઈન્સ્ટિટ્યૂટ�ઓફ કંપની સેક્રેટરીસ �ઓફ ઈન્ડિયા(આઈસીએસઆઈ)એ મેરિટોરિયસ અને ઈકોનોમિકલ બેકવર્ડ સ્ટુડન્ટ (ઈબીસી) માટે 100 ટકા ફી રિફંડ સ્કીમની જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર ઈબીસી કેટેગરીના ધો 12માં 55 ટકા લાવનારા આર્થિક નબળા વિદ્યાર્થી�ઓને સીએસ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ કોર્સની રજિીસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે.

ઉપરાંત 70 ટકા લાવનાર જનરલ કેટેગરીના વિદ્યાર્થી�ઓને માટે પણ યોજના લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે પહેલી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં રાત્રે 12

કલાક સુધી આઈસીએસઆઈની વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવનાર તેજસ્વી વિદ્યાર્થી�ઓને રજિસ્ટ્રેશન પેટે ભરેલી રકમ પરત કરવામાં આવશે.આઈસીએસઆઈ, દિલ્હી દ્વારા પ્રતિ વર્ષ જૂન અને ડિસેમ્બર મહિનામાં સીએસ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિ વ, પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષા લેવામાં આવે છે.

31મી ડિસે. સુધીમાં ICSIની વેબસાઈટમાં રજિસ્ટ્રેશન કરાવનારા િવદ્યાર્થીઓને લાભ

અન્ય સમાચારો પણ છે...