ટુ વ્હીલર વાહનનો નંબર ઇઓકશનથી મળી શકશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરઆર.ટી.ઓ. દ્વારા ઇઓકશનથી વાહન ચાલકને પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. નવા નંબર માટે તંત્ર દ્વારા ઓનલાઇન કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ આરટીઓ તંત્રએ જણાવ્યંુ હતંુ.

આર.ટી.ઓ. દ્વારા ટુ-વ્હીલર મોટર સાઇકલ વાહન માટે નવો સિરીઝ નંબર જી જે 04 ડી ડી નં. 0001થી 9999ની ઇઓકશનથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

જેમાં તા.11થી 17 ડીસેમ્બર સુધી વાહન ચાલક ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ તા. 18થી 21 બિડીંગનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે. ઉપરાંત તા. 21 ના રોજ બપોરે 12.30 કલાકે ઇઓકશનનંુ પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં સૌથી વધુ રકમ ભરનારને નિયત નંબર ઇશ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યંુ હતંુ કે, હરરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે.

ટૂવ્હીલરની નવી સીરિઝ માટે ભાવનગર RTO તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...