તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાગીયા તરીકે વાડીમાં કામ કરતા શ્રમજીવીને નશાની આદત હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગીયા તરીકે વાડીમાં કામ કરતા શ્રમજીવીને નશાની આદત હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર ¿ ભાવનગર | 7 ડિસેમ્બર

બગદાણાપોલીસ મથક હેઠળના કળમોદર ગામની સીમમાં આવેલા કુવામા઼થી હત્યા કરાયેલી હાલતમાં ખેત મજુરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.આ મામલે પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતકને નશો કરવાની આદત હતી.અને તે નશો કરવા માટે છેક રાળગોન જતો હોવાનુ જાણવા મળેલ છે.જોકે હત્યા અંગેનુ રહસ્ય હજુ અકબંધ રહયુ છે.

દાઠા તાબેના રાણીવાડા ગામના મુળ વતની અને છેલ્લા મહીનાથી બગદાણા હેઠળના કળમોદર ગામે આવેલ આલીંગભાઇ મુળુભાઇ કામળીયાની વાડીમા ભાગીયા તરીકે એક મહીનાથી ખેત મજુરી કરતાં કોળી રમેશભાઇ અમરાભાઇ સાંખટ (ઉ.વ.35 ) નો મૃતદેહ મુંબઇ ખાતે રહેતા વણીક યોગેશભાઇની વાડી કે જેનુ હાલમા રખોપુ ત્રીકમભાઇ જેરામભાઇ મકવાણા કરે છે.તેમની વાડીના કુવામાં લાશ તરતી હોવાની પોલીસને જાણ થતા બગદાણા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ કરતા મૃતદેહ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયાનુ તપાસમા ખુલવા પામતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસમા મૃતક રમેશભાઇને પરિવારમા બે પુત્રો અને એક પુત્રી તથા પત્ની છે.જે તમામ વાડીમા કામ કરતા હતા. છેલ્લા ત્રણેક દિવસથી મૃતક ઘરેથી લાપતા હતા.અને પરિવારજનોએ પોતાની જાતે તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન મૃતકનુ મોટર સાયકલ રાળગોન ગામ નજીકથી મળી આવ્યું હતુ.અને ચપ્પલ કુવા નજીકથી મળ્યા છે.પોલીસની તપાસમા એવુ પણ ખુલવા પામ્યુ છે કે મૃતને નશો કરવાની આદત હતી.અને તે અવાર નવાર નશો કરવા માટે રાળગોન ગામે હોવાનુ પોલીસમા ખુલવા પામ્યું છે.

હત્યાનુ કારણ કે આરોપીના સગડ મળ્યા નથી

^કળમોદરગામના કુવામાંથી રમેશભાઇ કોળીની લાશ મળી છે.તેના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ના નીશાન મળ્યા છે.હાલમા અમે ચૂંટણી સંદર્ભે બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી વધુ તપાસ થઇ નથી.હાલમા હત્યા શંકાસ્પદ છે.અને કોઇ કારકણ કે હત્યારાના કોઇ સગડ મળ્યા નથી. >આર.એ.પટેલ, પી.એસ.આઈ.બગદાણા

કળમોદર ગામના કુવામાંથી મૃતદેહ મળ્યો, હત્યાનુ રહસ્ય અકબંધ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો