ચૂંટણી માટે STએ 100 બસો ફાળવી
ભાવનગરજિલ્લામાં ચૂનાવી કાર્યવાહી માટે વડોદરા એસ.ટી.તંત્ર દ્વારા 100 જેટલી બસોની જોગવાઇ કરવામાં આવી છે ભાવનગર એસટીના ડીવીઝનલ કંટ્રોલર બી.આર ડીંડેડે જણાવ્યું હતું કે આજે મોડી રાત સુધીમાં ગાડી�ઓ આવી પહોંચશે અને આવતીકાલે તંત્રની જરૂરિયાત પ્રમાણે ગાડી�ઓ ભાવનગર વિભાગ દ્વારા ફાળવી દેવામાં આવશે. ઉપરાંત ભાવનગર એસટી તરફથી પણ 92 બસો ફાળવવામાં આવશે. જે રુટો પર એસટી બસની લોકોને �ઓછી જરૂરિયાત રહે છે તેવા રૂટો પર એક દિવસ પૂરતો બસ સેવાનો કાપ મૂકાશે. કેટલાક રૂટો પર અમુક ટ્રીપ ઘટાડવામાં આવશે. દાખલા તરીકે અમુક રૂટ પર રોજની 5 ટ્રીપ હોય તો ત્યાં 3 ટ્રીપ ચાલુ રહેશે. રજાનો દિવસ હોઇ લોકોને ખાસ ફરક નહીં પડે પરંતુ લોકોને શક્ય તેટલી �ઓછી તકલીફ પડે તે પ્રકારે આયોજન કરાશે.