ધર્મનું કામ પોષણ કરવાનું છેઃ મોરારિબાપુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૈનિક શહીદ થાય પછી નહીં પણ સેનામાં જોડાય ત્યારે ધન્ય કહેવું જોઈએ

શહીદોમાટેની રામકથામાં ગુરૂવારે મોરારીબાપુએ શહીદોની કથાના પ્રસાદની અવગણના કરનારાઓને ઝાટક્યા હતા. તો બીજી તરફ ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ દેશની એકતામાં ગાંધીજીને આપેલા સહકારની વાતો કરી હતી. અંતમાં મનસુખ માસ્તર નામના ભક્ત માટે રણછોડરાય માસ્તર બન્યાની સત્યઘટના કહેતા હાજર ભક્તોની આંખોના ખૂણા ભીના થયા હતા. સાથે ભારતની સંસ્કૃતિ પૂર્વની હોવાનો ગર્વ પણ વર્ણવ્યો હતો.

ભાવનગર રાજવીને ગાંધીજીમાં સુદામા દેખાયા

આઝાદદેશના રજવાડાઓ એક કરતા પહેલા સૌપ્રથમ ગાંધીજી ભાવનગર રાજવી પાસે ગયા હતા. તેમણે વિના વિલંબે રાજ્ય દેશના ચરણોમાં સોંપી દીધુ. તેમના નવાબોએ કહ્યું કે બાપુ શું કર્યું. તો કહે ગાંધીજીને જોઈ સુદામા યાદ આવ્યા એટલે રજવાડુ આપી દીધું.

ભારતની સનાતન વૈદિક સંસ્કૃતિ ધર્મનું કામ પોષણ કરે છે. આજે ધર્મમાં પોષણ કરવાને બદલે શોષણ થાય છે. ભારતની સંસ્કૃતિના મૂળીયા મુસ્લિમ દેશો અને અમેરિકા-યુરોપમાં પણ ગયા છે.આપણે સૈનિક શહીદ થાય પછી અભિનંદન કહીએ છીએ. ખરેખર તો સેનામાં જોડાય ત્યારે ધન્ય કહેવો જોઈએ. આપણે ત્યાં મૃત્યુ થાય ત્યારે પૂર્વ કે ઉત્તરમાં મુખ રાખીએ છીએ, કારણકે આપણી પૂર્વની સંસ્કૃતિ છે. પશ્ચિમની સંસ્કૃતિતો રાવણની હતી. આપણી સંસ્કૃતિની સભ્યતા છે કે સરહદ પર સૈનિક દુશ્મન દેશના સૈનિકોને મીઠાઈ આપે છે. ભારતની સંસ્કૃતિના મૂળ ખુબ પરિપકવ છે.

ધર્મનું શોષણ પણ થાય છે

અન્ય સમાચારો પણ છે...