શહેરમાં બહુમાળી ભવનમાં કચેરીઓ સુષુપ્ત અવસ્થામાં
ભાવનગરશહેરમાં બહુમાળી ભવન ખાતે આવેલી સરકારી કચેરીઅો હાલમાં સુષુપ્ત અવસ્થા છે. કારણ કે મોટા ભાગનાં કર્મચારીઓ અને અધિકારી�ઓને ચૂંટણીના નાના મોટા કામમાં રોકાયેલા છે. અરજદારો આવીને જતા રહે છે કચેરીમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા સ્ટાફ છે. સોમ મંગળવારથી તમામ કચેરી�ઓ ધમધમતી થશે તેવો આશાવાદ સરકારી તંત્ર વાહકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અરજદારોને પણ થોડી રાહત થઈ છે. આમ હજી બહુમાળી ભવનમાં મીની વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે.