તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે શહેરની તમામ મ્યુ.કોર્પો. શાળાઓમાં બાળકોને રજા રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે શહેરની તમામ મ્યુ.કોર્પો. શાળાઓમાં બાળકોને રજા રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ ભાવનગર | 7 ડિસેમ્બર

વિધાનસભાનીચુંટણી માટે તા.9 ડિસેમ્બરને શનિવારે ભાવનગર શહેર અને જિલ્લામાં મતદાન હોય અને શિક્ષકોને ચૂંટણીની ફરજમાં મુક્યા હોય ભાવનગર શહેરમાં મહાપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને આવતી કાલ તા.8 ડિસેમ્બરને શુક્રવારે અભ્યાસ કાર્ય બંધ રહેશે જો કે શાળા�ઓ ખુલ્લી હશે અને બીએલ�ઓને સોંપવામાં આવશે તેમ શાસનાધિકારી જિગ્નેશભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતુ. જો કે માધ્યમિક શાળા�ઓમાં રજા જાહેર કરવામાં આવી નથી અને એવી રીતે જિલ્લા પંચાયતની શાળા�ઓમાં પણ 90 ટકા શિક્ષકોનો સ્ટાફ ચૂંટણી ફરજમાં હોવાથી રજા જેવો માહોલ રહેશે.

ભાવનગર શહેરમાં આવેલી 55 જેટલી મ્યુ.કોર્પો.પ્રાથમિક શાળા�ઓમાં ભણતા 27 હજાર જેટલા વિદ્યાર્થી�ઓને તા.8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર, શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસ રજા રહેશે. આવતી કાલ શુક્રવારે શાળા�ઓના તમામ શિક્ષકોને ચૂંટણી ફરજમાં તૈનાત કરાયા હોવાથી શુક્રવારે બાળકો માટે રજા રહેશે. જ્યારે શાળા�ઓને બીએલ�ઓના હવાલે કરવામાં આવશે.

આવી રીતે ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળા�ઓમાં પણ મોટા ભાગના શિક્ષકોને ચૂંટણી ફરજ સોંપાઇ હોય શાળા�ઓમાં રજા જાહેર નથી કરવામાં આવી પણ રજા જેવો માહોલ રહેશે. આવું માધ્યમિક શાળા�ઓમાં રહેશે ત્યાં પણ શિક્ષકોને ફરજ સોંપવામાં આવી હોય ત્યાં પણ તા.8થી 10 ડિસેમ્બર સુધી ત્રણ દિવસ રજા જેવો માહોલ રહેશે.

શિક્ષકોને ચૂંટણીની કામગીરીની ફરજ સોંપવામાં આવી છે અને મોટા ભાગના શિક્ષકોને છેલ્લા 15 દિવસથી કાર્યમાં વ્યસ્ત રખાયા હોય વર્ગખંડમાં વિષય નિષ્ણાત શિક્ષકોની ગેરહાજરીથી બાળકોના શિક્ષણની ગુણવત્તા પર ચોક્કસ અસર પડી છે તે બાબત નિર્વિવાદ છે.

આમ ભાવનગર શહેરમાં આવતીકાલ શુક્રવારથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ દિવસનું મીની વેકેશન માણવા મળશે. મોટા ભાગના શિક્ષકોને ચૂંટણી માટેની કામગીરી સોંપાઈ હોય શુક્રવારે વહેલી સવારથી ચૂંટણી ફરજમાં લાગી જવાના હોય વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરી શકશે નહીં આથી શાળાઓમાં રજાનો માહોલ જોવા મળશેે.

મિની વેકેશન| શાળાઓ ખુલ્લી પણ શિક્ષણ નહીં મળે

માધ્યમિક શાળાઓમાં પણ મોટા ભાગના શિક્ષકોને ફરજ સોંપાઇ હોય રજાનો માહોલ રહેશે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો