વર્ગ-4ના હંગામી કર્મીઓને વેતન બાબતે કરાતો અન્યાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે.ભાવનગર યુનિવર્સિટીમાં ડેટા એન્ટ્રી ઓપરેટરોના વેતન અન્યાય બાદ હવે વર્ગ-4ના હંગામી કર્મીઓના વેતનનો પ્રશ્ન પણ સામે આવ્યો છે.

કોન્ટ્રાક્ટ પધ્ધતિ પ્રમાણે ભાવનગર યુનિવર્સિટીમાં વર્ગ-4ના કર્મચારીઓને 11 માસના કરાર પર કામે રાખવામાં આવતા હતા. પરંતુ તેઓને છુટા કરી અને આઉટસોર્સિંગથી કોઇ અન્યને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

અગાઉ વર્ગ-4ના કર્મચારીઓને 5500 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવતા હતા, હવે એક વ્યક્તિને 4500 ચૂકવવામાં આવે છે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા પ્રતિ માસ એક કર્મચારીના આઉટસોર્સિંગ એજન્સીને 8300 ચૂકવવામાં આવે છે.

વર્ગ-4ના હંગામી કર્મચારીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તેઓને અગાઉની જેમ 11 માસના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે અને શોષણ થાય છે તે બંધ કરવામાં આવે.

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીમાં

યુનિ. ચુકવે ~8300, કર્મીને મળે છે ~4500

અન્ય સમાચારો પણ છે...