ભાવનગર HPOની 9 નંબરની બારી પર અનેક અગવડતાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરહેડ પોસ્ટ �ઓફિસની નવ નંબરની બારી હંમેશા માટે વિવિધ પ્રશ્નોને લઈને વિવાદમાં રહી છે. તાજેતરમાં બારી પર થતું એનએસઇ ઇશ્યૂનું કામ બંધ થઈ ગયું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. લોકોનું કહેવું એમ છે કે બારી પરના દરેક કામ ટલ્લે ચઢી રહ્યા છે. જો કે અંગે ભાવનગર એચપી�ઓના હેડ પોસ્ટમાસ્તર મીહીર ગાંધીએ કહ્યું કે બારી પર એનએસઇ ઇસ્યુનું કામ થતું હતું તે હવે આંઠ અને દસ નંબરની બારી પર થાય છે તેથી બંને બારી પર સંપર્ક કરવાથી પ્રશ્નો નહીં આવે. સ્ટાફની તંગીના કારણે નિર્ણય લેવાયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આમ હેડ પોસ્ટ ઓફીસની 9 નંબરની બારી પર ગ્રાહકોને અનેક પ્રકારની અગવડતાઓનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...