પાસ કન્વિનરોની કથિત સેકસ વિડીયોથી ચકચાર
ભાવનગર : પાસ કન્વિનરોની પણ કથિત સેકસ વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી છે.
હાર્દિક પટેલની કથિત સેકસ વિડીયો કિલપે સમગ્ર રાજયમાં ચર્ચા જગાવી છે. તાજેતરમાં હાર્દિકની વધુ કથિત સીડી સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ છે. ત્યાં આજે ચૂંટણીના પ્રચાર પડઘમના અંતિમ કલાકોમાં ભાવનગર, મોરબી, ટંકારા, રાજકોટ સહિત પાસ કન્વિનરોની કથિત સેકસ વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. જોકે સૌરાષ્ટ્ર સમાચાર વિડીયોનું સમર્થન કરતુ નથી. ભાવનગરના પાસ કન્વિનર નિતીન ઘેલાણીની મનાતી કથિત સીડીમાં હાર્દિક સાથે દેખાડવામાં આવેલી તેવી યુવતી અને તે રૂમ હોવાનુ જોવા મળતા અનેક તર્ક વિતર્ક થયા છે.