• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • 26 કિલોમીટરની ઝંઝાવાતી ઝડપે પવન ફૂંકાતા રાત્રે શીતલહેર

26 કિલોમીટરની ઝંઝાવાતી ઝડપે પવન ફૂંકાતા રાત્રે શીતલહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 10 ફેબ્રુઆરી

ભાવનગરશહેરમાં ગઇ કાલથી ઝંઝાવાતી ઝડપે પવન ફૂંકાવાનું આરંભ થયું છે અને આજે તો દિવસભર શહેરમાં સરેરાશ 26 કિલોમીટરની તોફાની ઝડપે ટાઢોબોળ પવન ફૂંકાતો રહેતા ખાસ કરીને રાત્રે શહેરમાં શીતલહેર પ્રસરી વળી હતી. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 13.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

શહેરમાં ફેબ્રુઆરી માસના દ્વિતીય સપ્તાહમાં ઠંડીનું જોર યથાવત છે. ત્યારે કાશ્મીરમાં બરફ વર્ષા બાદના ઉત્તરના પવનને લીધે ભાવનગર શહેરમાં બે દિવસથી કોલ્ડવેવ પ્રસરી વળ્યો છે. ગઇ કાલે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 28 ડીગ્રી સેન્ટીગ્રેડ હતું તેમાં નજીવો વધારો થઇ તાપમાન 28.6 ડીગ્રી સેન્ટીગ્રેડ થયું તો લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 14.2 ડીગ્રી સેન્ટીગ્રેડ હતુ઼ તે વધુ ઘટીને 13.6 ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...