- Gujarati News
- આવકવેરા રિટર્ન ઇ ફાઇલિંગમાં કરદાતાને વન ટાઇમ પાસવર્ડ મળશે
આવકવેરા રિટર્ન ઇ-ફાઇલિંગમાં કરદાતાને વન ટાઇમ પાસવર્ડ મળશે
આવકવેરાનુંરિફંડ મેળવવા ઇચ્છતા કરદાતાઓને ઇ-ફાઇલિંગ કર્યા બાદ તેની રીસિપ્ટ મેન્યુઅલી સહી કરી અને બેંગલોર મોકલવી પડે છે. જેમાં અનેક હાડમારીનો સામનો કરદાતાઓએ કરવો પડતો હતો. હવે આવકવેરા રિટર્ન ઇ-ફાઇલિંગ કરવા માટે કરદાતાને વન ટાઇમ પાસવર્ડ મોકલવામાં આવશે અને ત્યારબાદ મેન્યુઅલ રીસિપ્ટ મોકલવામાંથી કરદાતાને મુક્તિ મળશે.
કરદાતાઓને રીસિપ્ટ મોકલવાની પ્રક્રિયયામાંથી મુક્તિ અપાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ તાજેતરમાં પરિપત્ર જાહેર કર્યો છે. સીબીડીટીના મતે તેઓના દ્વારા વન ટાઇમ પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવશે. ઇ-ફાઇલિંગ કરતા કરદાતાઓના મોબાઇલ પર પાસવર્ડ મોકલવામાં આવશે, અને તેના આધારે કરદાતા ઇ-ફાઇલિંગનુ ફાઇનલ સબમિશન કરી શકશે. આમ, સવલત ઉપલબ્ધ બનવાથી કરદાતાઓને મેન્યુઅલ રીસિપ્ટ મોકલવાની જંજટમાંથી રાહત મળશે.
વર્ષ 2015-16થી રૂપિયા 5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓ, અને જેઅોને રિફંડ લેવાના હોય છે તેવા કરદાતાઓ માટે રિટર્નનું ઇ-ફાઇલિંગ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. સામાન્ય કરદાતાને ડીજીટલ સહી કરવા પાળ થતો ખર્ચ વધુ થતો હોવાથી તેઓ રિટર્નની રીસિપ્ટ મેન્યુઅલ પોસ્ટથી બેંગલોર મોકલે છે. પરંતુ બેંગલોર ખાતે તે રીસિપ્ટ મળે છે કે નહીં તેની ખાતરી થતી નથી અને લાંબા સમયથી રિફંડ આવે ત્યારે કરદાતા તપાસ કરે છે ત્યારે તેઓને જણાવવામાં અાવે છે કે આવકવેરા વિભાગને સહી કરેલી રીસિપ્ટ કરદાતા તરફથી મળી નથી તેથી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.
આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીડીટીના વન ટાઇમ પાસવર્ડ ચોવીસ કલાક સુધી માન્ય રહેશે. પ્રક્રિયાથી કરદાતાને સરળતા રહેશે અને વધુ કરદાતાઓ ઇ-ફાઇલિંગ સુવિધાનો લાભ ઉઠાવતા થઇ જશે.
િવનિતા વત્સલ ગ્રુપનું ડ્રેસ કોડમાં મિલન
શહેરમાં જૈન સમાજમાં વિનિતા વત્સલ ગ્રુપ દ્વારા દર વખતે કોઇને કોઇ નવતર અભિગમ સાથે આયોજન થાય છે જેમાં શુક્રવારે શહેરના શિવશક્તિ હોલ ખાતે વિનિતા ગ્રુપના સભ્ય બહેનોએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ કોડમાં અાવીને આયોજનને દીપાવ્યું હતુ./ અજયઠક્કર
એસએમએસ દ્વારા કરદાતાને પાસવર્ડ મોકલાશે