તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલના એક્સ-રે મશીનો બીમાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{મશીનો વારંવાર બંધ થઇ જતાં હોવાને કારણે પરેશાન થઇ રહેલા હજારો દર્દીઓ

હેલ્થ રિપોર્ટર.ભાવનગર. 3 જુલાઈ

ભાવનગરસર ટી હોસ્પિટલમાં વ્યવસ્થા અને સુવિધા મામલે છેલ્લા લાંબા સમયથી દર્દીઓને પડી રહેલી અગવડોમાં વારંવાર એક્સ-રે મશીન બગડવાની સમસ્યા હવે હદ વટાવી રહી છે. ત્રણ માસ પૂર્વે હોસ્પિટલ તંત્ર તરફથી એવી હૈયાધારણા અપાઇ હતી કે હવે પછીના બે માસમાં બે નવાં નક્કોર એક્સ-રે મશીન આવી જશે. પરંતુ આજે તે વાતને ત્રણ મહીના વીતી જવા છતાં એક્સ-રે મશીનોનાં કોઇ ઠેકાણાં નથી. ગઇ કાલે લોકો કલાકો સુધી એક્સ-રે મશીન બગડી જવાને કારણે રઝળી પડ્યા હતા.

ગઇ કાલે સવારથી નવા બિલ્ડીંગનું એક્સ-રે મશીન બગડી જતાં લગભગ 500થી વધુ લોકો રઝળી પડ્યા હતાં. સાંજે 4 વાગ્યે મશીન ચાલુ કરવાનો પ્રયત્ન થતાં તેની બેટરી ખરાબ થઇ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલમાં 10 જેટલાં એક્સ-રે મશીનો છે અને તેમાંથી 2 મશીન સાવેસાવ બંધ છે અને 5 મશીન ડચકાં ખાઇ રહ્યા છે અને જે સારી રીતે કાર્યરત મશીનો કહેવાય છે તેની કેપેસીટી 200થી 300 એમએ જેટલી માંડ છે. નવા બિલ્ડીંગનું એક મશીન માત્ર 500 એમએની ક્ષમતા ધરાવે છે. ટ્રોમા સેન્ટર અને જૂની બિલ્ડીંગનું 4 નંબરનું 500 એમએની ક્ષમતાવાળું એમ બે એસી તો સાવેસાવ બંધ છે. હોસ્પિટલમાં રોજના લગભગ 1200 જેટલા લોકોને કોઇને કોઇ પ્રકારે એક્સ-રેની જરૂર પડતી હોય છે ત્યારે પ્રદેશની જનતા હોસ્પિટલના નઘરોળ તંત્રથી ત્રાહીમામ પોકારી ઊઠી છે.

તે વખતની વાત જૂદી હતી, હવેની વાત જૂદી છે

^બેમહીનામાં બે એક્સ-રે મશીન લાવવાની વાત થઇ ત્યારે વાત જૂદી હતી. પરંતુ હવે જીએમએસસીએલના નવા પરિપત્ર અનુસાર નીતી બદલાઇ ગઇ છે. હવે સાબુથી લઇને સાવરણી સુધીની તમામ વસ્તુ અમારે ઉપરથી મંજૂર કરાવવી પડે છે. અમે માત્ર ઇન્ડેન મોકલીએ છીએ. એમાંથી લગભગ 2 લાખની વસ્તુઓ માંડ આવી છે. માટે હવે એક્સ-રે મશીનો લાવવાની સત્તા અમારી પાસે રહી નથી. અમે રજૂઆત કરતા રહીશું. મશીનો બને તેટલી જલ્દીથી આવે તેવા અમારા પ્રયત્નો તો હશે જ. > ડો.એમ.પી.િસંઘ,ઇન્ચાર્જસુપ્રીન્ટેન્ડેન્ટ, સર ટી. હોસ્પિટલ, ભાવનગર

અન્ય સમાચારો પણ છે...