શહેરમાં 40 ડિગ્રી તાપમાનથી લોકો ત્રસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેધર રિપોર્ટર | ભાવનગર | 30 મે

ભાવનગર શહેરમાં મેના અંતિમ દિવસોમાં જો ભેજ વધે તો મહત્તમ તાપમાન ઘટે છે અને જો તાપમાન ઘટે તો ભેજ વધે છે એટલે સાર રહે છે કે નગરજનોને અકળાવનારી ગરમીના સકંજામાંથી મુક્તિ મળતી નથી. શહેરનું મહત્તમ તાપમાન આજે 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી જતા બપોરે ગરમી વધી હતી.

ભાવનગર શહેરમાં આજે બપોરે ગરમીનો પારો લગભગ 40 ડિગ્રી સેન્ટીગ્રેડને ફરીથી આંબવા પહોંચી ગયો હતો અને મહત્તમ તાપમાન વધીને 38.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ગરમીનો અનુભવ વધ્યો હતો. ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ તાપમાન જે 24 કલાક પહેલા 28.3 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે 1.2 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકે આંબી જતા રાત્રિના સમયે બફારો અને ઉકળાટ વધી ગયા હતા. શહેરમાં રાત્રિના સમયે હજુ ઉનાળાના મધ્ય જેવી ગરમી અનુભવાઇ રહી છે. શહેરમાં પવનની સરેરાશ ઝડપ વધીને 19 કિલોમીટરની નોંધાતા સાંજના સમયે પવનના સૂસવાટા ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...