• Gujarati News
  • ભાવનગરમાં સ્વામી.ગુરૂકુળના પાંચ તારલાઓએ મેળવ્યો એ1 ગ્રેડ

ભાવનગરમાં સ્વામી.ગુરૂકુળના પાંચ તારલાઓએ મેળવ્યો એ1 ગ્રેડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે સ્વામીનારાયણ ગુરકુળ (સરદારનગર)ના પાંચ તારલા 90 ટકાથી વધુ ગુણાંક મેળવી સૌથી ટોચનું સ્થાન અંકે કર્યુ છે. પાંચ તારકોમાં તન્વી બી. ત્રિવેદી, તેજસ એન.ભાયાણી, વૃંદા વી.અમદાવાદી, અપાલા જી.બોરિચા અને કરિશ્મા એન.પમનાણીનો સમાવેશ થાય છે.

ભાવનગર શહેરમાં બી.એમ.કોમર્સ હાઇસ્કૂલની ભૂમિકાબા એસ. ચુડાસમાએ પણ 92 ટકા અને 99.98 પર્સન્ટાઇલ મેળવી ગ્રેડ મેળવ્યો છે. શાળાનું પરિણામ 97.18 ટકા રહ્યું છે 31 છાત્રોને એ2 ગ્રેડ મળ્યો છે.

ભાવનગર જિલ્લામાં પરીક્ષામાં 99.98 પર્સન્ટાઇલ સાથે સ્વામિનારાયણ ગુરકુળની વિદ્યાર્થિની તન્વીબી.ત્રિવેદી અને બી.એમ.કોમર્સ હાઇસ્કૂલની વિદ્યાર્થિની ભૂમીકાબા એસ.ચુડાસમા ટોપર્સ હોવાનું કહી શકાય.

સફળતા| બી.એમ. કોમર્સની એક છાત્રાને એ1 ગ્રેડ